બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ પર હોરર-કોમેડી ભારે, 12માં દિવસે ભૂલ ભૂલ ભૂલૈયા 3નું બમ્પર કલેક્શન

મનોરંજન / રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ પર હોરર-કોમેડી ભારે, 12માં દિવસે ભૂલ ભૂલ ભૂલૈયા 3નું બમ્પર કલેક્શન

Last Updated: 04:24 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થઈ હતી, એક બાજુ રોહિત શેટ્ટી ફ્રેન્ચાઈઝીની સ્ટાર સ્ટડેડ સિંઘમ અગેઇન અને તેની સામે ટક્કરમાં ઉતરી હતી કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3. બંને ફિલ્મો પોત પોતાની આગવી ફ્રેન્ચાઇઝી ધરાવે છે ત્યારે મંગળવાર સુધીના બોક્સ ઓફિસ ક્લેશનના આંકડા પ્રમાણે સિંઘમ આગેઇનને પાછળ મૂકી છે ભૂલ ભૂલૈયા3એ.

દિવાળી પર બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થઈ હતી, એક બાજુ રોહિત શેટ્ટી ફ્રેન્ચાઈઝીની સ્ટાર સ્ટડેડ સિંઘમ અગેઇન અને તેની સામે ટક્કરમાં ઉતરી હતી કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા3. બંને ફિલ્મો પોત પોતાની આગવી ફ્રેન્ચાઇઝી ધરાવે છે ત્યારે મંગળવાર સુધીના બોક્સ ઓફિસ ક્લેશનના આંકડા પ્રમાણે સિંઘમ આગેઇનને પાછળ મૂકી છે ભૂલ ભૂલૈયા3એ.

દિવાળી પર હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા3 અને માસ કૉપ એક્શન ફિલ્મ સિંઘમ અગેઇને શાનદાર ઓપનિંગ કરી હતી. ભૂલ ભૂલૈયા3 સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ સારી કમાણી કરી શકે છે ત્યારે બીજી તરફ સિંઘમ અગેઇનની હાલત કફોડી થતી દેખાય છે, એવું લાગી રહ્યું છે કે જાણે ભૂલ ભૂલૈયા 3એ સિંઘમ અગેઇનની કમાણી પર ગ્રહણ લગાવ્યું હોય. દિવાળી પર હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા3 અને માસ કૉપ એક્શન ફિલ્મ સિંઘમ અગેઇને શાનદાર ઓપનિંગ કરી હતી. ભૂલ ભૂલૈયા3 સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ સારી કમાણી કરી શકે છે ત્યારે બીજી તરફ સિંઘમ અગેઇનની હાલત કફોડી થતી દેખાય છે, એવું લાગી રહ્યું છે કે જાણે ભૂલ ભૂલૈયા 3એ સિંઘમ અગેઇનની કમાણી પર ગ્રહણ લગાવ્યું હોય.

ભૂલ ભૂલૈયા3

કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા3એ બોક્સ ઓફિસ પર પોતાની સારી એવી પકડ બનાવી છે. બીજા અઠવાડિયાના અંતે ફિલ્મે કમાણીમાં 200 કરોડના આંકડાને પાર કર્યો છે તો મંગળવાર સુધી કુલ કલેક્શન ૨૦૮.૨૫ કરોડનું બનાવીને એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ રિલિઝના ૧૨માં દિવસે ફિલ્મે ૨ કરોડ ૯૬ લાખ રૂપિયાની કમાણી કરી છે જેની સાથે ફિલ્ની કુલ કમાણી ૨૦૬.૯૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Bhool Bhulaiya 3

જો કે ફિલ્મ સારી ગતિએ આગળ વધી રહી છે અને કમાણી કરી રહી છે છતાં પણ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઇનના કલેક્શનથી પાછળ છે. સિંઘમ અગેઇને અત્યાર સુધીમાં કુલ ૨૧૪.૫૦ કરોડ રૂપિયાની કમાણી સાથે હાલ આગળ છે. પણ વર્તમાન બોક્સ ઓફિસની હાલત જોઈને એમ લાગે છે કે ભૂલ ભૂલૈયા 3 ધીમે ધીમે વેગ પકડી રહી છે અને બ્લોકબસ્ટર ફિલ્મ બનવા તરફ આગળ વધી રહી છે. ત્યારે બીજી તરફ સિઘમ અગેઇન પર ફ્લૉપનું ટેગ લાગી શકે છે.

સિંઘમ અગેઇન

રોહિત શેટ્ટી અને અજય દેવગણ ફ્રેન્ચાઇઝીની સિંઘમ અગેઇનમાં અજય દેવગણ ઉપરાંત અન્ય અડધો ડઝન કલાકારોનો વિશાળ કાફલો છે. અને આ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડના આંકડાને પાર કરી લીધો છે. રિલિઝના પહેલા અઠવાડિયામાં ફિલ્મે અંદાજે ૧૬૦ કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો હતો ત્યારબાદ બીજા અઠવાડિયામાં તેની ગતિ ધીમી પડી ગઈ છે અને બીજા અઠવાડિયે ફિલ્મે માત્ર ૩૫ કરોડનો ધંધો કર્યો છે જે બે અથવાડિયાને અંતે ૨૦૦ કરોડ સુધી પહોંચે છે.
વધુ વાંચો: શાહરુખ, સલમાન પાણી ભરે! દેશનો સૌથી મોંઘો સ્ટાર બન્યો આ અભિનેતા, એક ફિલ્મની લે છે 300 કરોડ ફી

singham-final

બે અઠવાડિયાને અંતે ગયા મંગળવાર સુધીમાં સિંઘમ અગેઇનની કમાણીમાં ૧૪% જેટલો ઘટાડો થયો છે ત્યાં જ બીજી તરફ ભૂલ ભૂલૈયા3 પૂરપાટ ગતિએ આગળ વધી રહી એ જોતાં એમ લાગે છે કે આગામી દિવસોમાં ભૂલ ભૂલૈયા3 તમામ રેકોર્ડ બ્રેક કરી દેશે. આ સાથે જ શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવીની ફિલ્મ અમરને પણ ૧૩ દિવસોમાં લગભગ ૧૬૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ ફિલ્મ પણ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Bhool Bhulaiyaa 3 Again
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ