ભોળાનાથે પણ માંગી હતી યશોદા પાસે ભિક્ષા, જાણો રહસ્ય  

By : vishal 05:10 PM, 13 June 2018 | Updated : 05:10 PM, 13 June 2018
કૃષ્ણ લીલા વિશે તો આપણે બધા જાણીયે છે પરંતુ શું તમને ખબર છે કે,ભગવાન શિવજીની પણ એક લીલા છે. શ્રીકૃષ્ણ જ્યારે કોઈ પણ લીલા કરતા, તેની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. ભગવાન શિવના ઈષ્ટ છે. વિષ્ણુ જ્યારે જ્યારે નારાયણનો અવતાર લીધો ત્યારે ત્યારે ભગવાન શંકર તેમના બાળસ્વરૂપના દર્શન માટે પૃથ્વી પર આવ્યા છે. શ્રીરામ અવતારના સમયે ભગવાન શંકર શ્રીકાકભુશુણ્ડિની સાથે વૃદ્ધ જ્યોતિષના રૂપમાં અયોધ્યા પધાર્યા હતા. આવી રીતે જ્યારે શંકર ભગવાનને જાણ થાય કે ગોકુળમાં નંદજીએ સાક્ષાત નારાયણનો જન્મ લીધો છે, તો તેઓ તેમના દર્શન માટે ગોકુળ તરફ ચાલવા લાગ્યા. શ્રીકૃષ્ણ અવતારની એક ઝલક જોવા માટે બાબા ભોળાનાથ સાધુ-વેશમાં ગોકુળ પહોંચ્યા હતા. જાણો કેવી રીતે શિવ શંકરે યશોદાની માફી માંગી કાન્હાના દર્શન માટે વિનંતી કરી. શિવજી જોગીના રૂપે આવ્યા હતા અને પોતાના ગણ શ્રંગી અને ભૃંગીને પોતાના શિષ્ય બનાવીને ગોકુળ તરફ નીકળી પડ્યા હતા. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કિર્તન કરતા કરતા તેઓ નંદગાંવમાં માતા યશોદાના દ્વારે આવી ઉભા રહ્યા. અલખ નિરંજન કહીને બૂમ પાડી હતી. આજે પરમાત્મા કૃષ્ણના રુપમાં પ્રત્યક્ષ પ્રગટ થયા છે. શિવજી આ સાકાર બ્રહૃમના દર્શન માટે આવ્યા છે. યશોદા માતાને જ્યારે ખબર પડી કે કોઈ સાધુ તેમના દ્વારે ભિક્ષા માટે ઉભા છે. તેમને દાસીને સાધુને ફળ આપવા માટેનો આદેશ આપ્યો. દાસીને હાથ જોડીને સાધુએ ભિક્ષા લેવાની ના પાડી અને બાળકૃષ્ણને આર્શીવાદ આપવા માટે કહ્યું. શિવજીએ દાસીને કહ્યું કે, મારા ગુરુએ મને કહ્યું છે કે ગોકુળમાં યશોદાજીના ઘરે પરમાત્મા પ્રગટ થયા છે એટલા માટે હું તેમના દર્શન માટે આવ્યો છું. મારે લલ્લાના દર્શન કરવા છે.દાસીએ અંદર જઈને યશોદા માતાને બધી વાત જણાવી. યશોદાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે બહાર જઈને જોયુ તો સાધુ ઉભા હતા. તેમણે તેમના સાધુના કપડા ધારણ કર્યા હતા અને ગળામાં સાપ હતો, ભવ્ય ઝટા હતી હાથમાં ત્રિશૂળ હતું. યશોદા માતાએ સાધુ બ્રાહૃમણને પ્રણામ કરતા કહ્યું કે, મહારાજ તમે કોઈ મહાપુરુષ લાગો છો. શું તમને ભિક્ષા ઓછી પડી? તમે માંગો, તે હું આપીશ પણ મારા લલ્લાને બહાર નહીં લાવું. Recent Story

Popular Story