ભોજપુરી સિનેમાના સ્ટાર મનોજ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. ભોજપુરી સિંગર અને અભિનેત્રી સાથે રેપના મામલામાં મનોજની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પાછલા પાંચ દિવસથી વોન્ટેડ છે. ચારકોપ પોલીસને જાણકારી મળી હતી કે કલ્યાણમાં મનોજ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે.
ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોચીને મનોજ પાંડેની ધરપકડ કરી હતી. મનોજની વિરૂદ્ધ સિંગર અને સહ અભિનેત્રીએ દુષ્કર્મ અને છેતરશપડીની ફરિયાદ દાખલ કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 2015માં તેનું અબોર્શન પણ કરાવવામાં આવ્યું હતું અને આરોપી તેના સિવાય અન્ય યુવતીઓ સાથે પણ છેતરપિંડી કરતો હતો.
રેપ કેસમાં ભોજપુરી એક્ટરની ધરપકડ
મનોજ પાંડે પર સિંગર-અભિનેત્રી સાથે દુષ્કર્મનો આરોપ