બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar's Yuvraj's tweet heated up politics

પ્રતિક્રિયા / 'ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ થાય છે રસ્તાનું સમારકામ' ભાવનગરના યુવરાજના ટ્વીટથી ગરમાયું રાજકારણ

Malay

Last Updated: 10:27 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ એક ટ્વીટ કરીને અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે તેમના આ ટ્વીટ પર ભાવનગરના યુવરાજે પ્રતિક્રિયા આપી છે.

 

  • ભાવનગર આવેલા મંત્રીએ રસ્તાઓના કર્યા વખાણ 
  • ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કર્યુ ટ્વીટ 
  • ટ્વીટ કરીને રસ્તાની વાસ્તવિકતા જણાવી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માથે આવતા ઘણા ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, ત્યારે આવનાર ચૂંટણીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી બાદ પડતર કામોના ખાતમુહૂર્ત થવા લાગ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આટાંફેરા પણ વધી ગયા છે. બે દિવસ અગાઉ ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ અમદાવાદ-ભાવનગર હાઈવેના વખાણ કર્યા હતા. ત્યારે હવે આ રસ્તા મામલે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને મંત્રીને રસ્તાની વાસ્તવિકતા જણાવી છે. 

અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી
બે દિવસ અગાઉ ભાવનગર કોર્ટના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત દેશના કાયદા મંત્રી (Cabinet Minister of Law and Justice) કિરણ રિજ્જુએ કર્યું હતું. તેઓ અમદાવાદથી ભાવનગર બાયરોડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્વીટ કરીને ગુજરાતના રસ્તાના વખાણ કર્યા હતા. સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમના ટ્વીટ પર ભાવનગરના યુવરાજ  જયવીરરાજસિંહ ગોહીલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે.

મંત્રીઓ આવે ત્યારે થાય છે રસ્તાનું સમારકામઃ જયવીરરાજસિંહ ગોહીલ
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો સુધરી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. જો કે, શહેરની અંદરના ઘણા રસ્તાઓ એકદમ ખખડધજ હાલતમાં છે અને મોટાભાગે ભાજપના મંત્રીઓ જ્યારે આવે છે, ત્યારે જ તેનું સમારકામ કરવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે તમે બધા અવારનવાર અમારી મુલાકાત લેશો જેથી રસ્તાઓ સુધરતા રહે. ભાવનગર યુવરાજના ટ્વીટને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે.

 


આપને જણાવી દઈએ કે, કોરોના કાળ દરમિયાન પણ યુવરાજ જયવીરરાજસિંહ ગોહીલ મેદાનમાં આવ્યા હતા. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીને લઇ યુવરાજે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ જવાબદારી ન નિભાવી શકે તો, રાજીનામું આપી દે. સાથે જ રાજકીય પક્ષોને ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવું જોઈએ.

દર્દીઓને મુશ્કેલી પડતા થયા હતા લાલઘુમ
તેઓએ જણાવ્યું હતું કે, ભાવનગરની જનતા માટે હું હંમેશા સવાલ ઉઠાવતો રહીશ અને જો કોઈ અધિકારી કે, નેતા કામ કરી શકતા નથી. તો જનતાની માફી માગી રાજીનામું આપે અને બીજાને જવાબદારી સોંપી દેવી જોઈએ.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Kiren Rijiju tweet yuvraj ટ્વીટ કરતા રાજકારણ ગરમ ભાવનગરના યુવરાજ YUVRAJ BHAVNAGAR JAIVEERRAJ SINH GOHIL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ