Team VTV09:03 PM, 04 Nov 21
| Updated: 09:14 PM, 04 Nov 21
નાટ્યગૃહને 2012માં જ 4.5 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતું હજુ તો માંડ દસ વર્ષ પણ નથી થયાને ફરી પાછું..
યશવંતરાવ નાટ્યગૃહ જર્જરિત હાલતમાં
વાવાઝોડાં સમયે થયું હતું નુકશાન
6 મહિનાથી નથી થયું સમારકામ
ભાવનગર શહેરમાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલું શહેરનું એકમાત્ર નાટ્યગૃહ હાલ જર્જરિત હાલતમાં છે. બે વર્ષથી કોરોનાકાળથી નાટ્યગૃહ બંધ છે. હાલમાં આવેલા વાવાઝોડામાં આ નાટ્યગૃહ ક્ષતિગ્રસ્ત થયું છે. વાવાઝોડાં બાદ નાટ્યગૃહના હોલના ભાગમાં છત ઉપરથી ગાબડાં પડી રહ્યા છે. આ નાટ્યગૃહ ક્યારે ફરી પાછું ઉભું થશે એની શેહરવાસીઓ રાહ જોઇ રહ્યા છે. આ નાટ્યગૃહને 2012માં જ 4.5 કરોડના ખર્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતું. પરંતુ વાવાઝોડાના કારણે પાછું જર્જરિત થતાં તાત્કાલિક રિપેરીંગ કરવાની માંગ ઉઠી રહી છે.
તેમ છતાં સરકાર દ્વારા કોઈ મરામત કરાવવમાં આવતી નથી શહેરના આંબા વળી વિસ્તારમાં આવેલ આ યશવન્તરાય નાટ્યગૃહ આમ તો છેલ્લા 2 વર્ષ થી કોરોના ના કરીને બન્ધ હાલત માં છે અને તેમાં અધૂરામાં પૂરું વાવાઝૉડા ની થપ્પડ લગતા હવે ફરી કયારે ઉભું થાય તે નક્કી નથી ભાવનગર માં આ યસાહવન્તરાય નાટ્યગૃહ ને 2012 ની સલમા 4.5 કરોડ ના ખર્ચે રીનોવેશન કરવાંમાં આવુંય હતું પરંતુ હવે ફરી જર્જરિત થઇ ગયા છે આ હોલ ની અંદર ની સાઈડ માં છત માં ગાબડાઓ પડી જવાથી વરસાદી પાણી હોલ માં ખાબકે છે અને સીટો ને ભારે નુકશાન થઇ રહ્યું છે આ યશવન્તરાય નાટ્યગૃહ ને તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડામાં પણ નુકશાન થયુ હતું યશવન્તરાય નાટ્યગૃહ ની દીવાલ વાવાઝોડામાં તૂટી ગયા ને 6 માસ થવા છતાં આજ સુધી રીપેર કરાવાઈ નથી
ભાવનગર નું આ યશવતય નાટયગૃહ શહેરની મધ્યમાં આવેલ એક માત્ર નાટ્યગૃહ છે અને તેના ભાડા પણ ઓછા હોવાથી લોકો તેને બુક કરાવવાનું પસંદ કરે છે. શહેરમાં અન્ય ઝવેરચંદ મેઘાણી હોલ બનાવવામાં આવ્યો છે પરંતુ તેના ભાડા ઊંચા હોવાના લીધે લોકો ને પરવડે તેમ નથી ત્યારે આ યશવન્તરાય નાટ્યગૃહ તાકીદે મરામત થાય તે જરૂરી છે આ યશવન્તરાય નાટ્યગૃહના મેનેજર નું કહેવું છે કે આ તમામ ખર્ચ અંગે નો એસ્ટીમેટ વડી કચેરીમાં મોકલી દેવામાં આવ્યો છે અને ત્યાંથી મંજૂરી મળે કામ હાથ ધરવામાં આવશે
ભાવનગર નું આ નાટ્યગૃહ વાવાઝોડા માં ક્ષતિગ્રસ્ત થયા બાદ આજે 6 માસ જેટલો સમય થવા છતાં રીપેરીંગ હાથ ધરાયુ નથી ત્યારૅ નાના બજેટ ના કાર્યક્રમ યોજતા લોકો ઈચ્છી રહ્યા છે કે આ નાટ્યગૃહ જે 2 વર્ષથી બંધ છે તે તાકીદે સારું થાય ત્યારે હવે જોવું રહ્યું કે ક્યારે મરામત માટે મંજૂરીની મહોર મારવામાં આવે છે.