બ્રેકિંગ ન્યુઝ
Dhruv
Last Updated: 04:04 PM, 29 September 2022
ADVERTISEMENT
PM મોદીએ આજે ભાવનગરમાં 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. તેઓએ ભાવનગરમાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે, 'સમગ્ર દેશમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી પહેલો અને સૌથી વધુ લાભ ભાવનગરને થશે.'
જૂની સ્ક્રેપિંગ પોલિસીની સૌથી મોટો લાભ ભાવનગરને મળશે, વૈશ્વિક વેપારમાં બનશે ભાગીદાર : PM મોદી#Bhavnagar #scrappolicy pic.twitter.com/FaVXemCvY4
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 29, 2022
ADVERTISEMENT
જૂની સ્ક્રેપિંગ પોલિસીની સૌથી મોટો લાભ ભાવનગરને મળશે: PM મોદી
પીએમએ કહ્યું કે, 'અલંગને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારે જૂની સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે, તે જ્યારે લાગુ થશે ત્યારે આખા દેશમાં આ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી પહેલા અને સૌથી વધુ લાભ તમને(ભાવનગર) મળવાનો છે. તેનું કારણ છે અલંગની પાર્ટ્સથી જોડાયેલી વિશેષજ્ઞતા છે, જાણકારી છે. તેવામાં જહાજોની સાથો સાથ બીજા નાના વાહનોની સ્ક્રેપિંગ માટે પણ દેશમાં મોટું યાર્ડ બનશે. એક સમયે વિદેશોથી પણ નાની-નાની ગાડીઓ લાવીને તેને સ્ક્રેપ કરવાની શરૂ કરી દેશે. જહાજોને તોડીને જે લોખંડ નિકળે છે, કન્ટેનરો માટે કોઈ એક જ દેશ પર નિર્ભરતા કેટલું મોટું સંકટ હોય છે, ભાવનગર માટે એ પણ મોટો અવસર છે. વૈશ્વિક વેપારમાં દેશની ભાગીદારીમાં ભાવનગરનું યોગદાન હશે. દુનિયા પણ કન્ટેનર્સમાં ભરોસાપાત્રની શોધમાં છે. આખી દુનિયાને લાખો કન્ટેનરની જરૂરિયાત છે. ભાવનગરમાં બનતા કન્ટેઇનર આત્મનિર્ભરને પણ ઉર્જા આપશે અને રોજગાર પણ આપશે. મનમાં સેવાનો ભાવ, પરિવર્તનની ઇચ્છાશક્તિ હોય તો માટામાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.'
હું અહીં મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો: PM મોદી
મને આવવામાં વર્ષો લાગ્યા ગયા, હું મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. ગત વર્ષનું બાકી હતું તે પણ લઇને આવ્યો છું. આમ પણ ભાવનગરનો મારા પર અધિકાર છે.
હું ભાવનગરના ગાંઠિયા યાદ કરું તો મને હરિસિંહ દાદા યાદ આવે, હું નાનો કાર્યકર્તા હતો ત્યારે તેઓ ગાંઠિયા લેતા આવતા: PM મોદીનું સંબોધન#Bhavnagar #PMModi #Election2022
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 29, 2022
ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથીઃ PM મોદી
તમે ભાવનગર આવો અને નરસિંહ મામાના ગાંઠીયા, દાસના પૈંડા, અને ગાંઠીયા યાદ કરું એટલે મને મારા હરિસિંહ દાદા યાદ આવે, ખુબ વર્ષો પહેલા મને ગાંઠિયા ખાવાનું શિખવ્યું હોય તો હરિંસિંહ દાદાએ શિખવાડ્યું. તે જ્યારે અમદાવાદ આવે એટલે ગાંઠિયા લેતા આવે. આજે જ્યારે ભાવનગર આવું ત્યારે નવરાત્રિનું વ્રત ચાલે એટલે નકામું. પણ છતાય ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય તે નાની વાત નથી. આ ભાવનગરની તાકાત છે.
વધુમાં PMએ કહ્યું કે, 'છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. અમે ગુજરાતમાં અનેક બંદરોનો વિકાસ કર્યો છે, અનેક બંદરોનું આધુનિકીકરણ પણ કર્યું છે.'
ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે: PM
પીએમ મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું કે, 'ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.'
ભાવનગરમાં 5200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.