વિરોધ / ભાવનગર યુનિ.એ 3જા તબક્કાની પરીક્ષાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ આવ્યા મેદાનમાં, કહ્યું- કોરોના થશે તો કોણ જવાબદાર?

Bhavnagar University Examination Students protest

કોરોનાના કહેર વચ્ચે ભાવનગર યુનિવર્સીટી દ્વારા આગામી 7 ડિસેમ્બરથી વિવિધ ફેકલ્ટીની પરીક્ષા લેવાની જાહેરાત કરતાની સાથે જ વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. ભાવનગર યુનિવર્સિટીમાં આગામી 7મી ડિસેમ્બરના રોજ UG અને PG ફેકલ્ટીમાં સેમેસ્ટર 3 અને 5ની તેમજ અન્ય વિભાગોની પરીક્ષા માટે અગાઉથી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જો કે હવે પરીક્ષાના આડે 48 કલાક આ પરીક્ષા મોકૂફ રાખવા માટે વિદ્યાર્થીઓ મેદાને પડ્યા છે. આ પરીક્ષા મોકૂફ માટે 2 દિવસ પહેલા તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો. પરંતુ સરકારના કે સ્થાનિક યુનિવર્સિટીના સતાધીશોના પેટનું પાણી પણ હલ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ