રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થવાને આરે છે અને છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ખમૈયા કર્યા છે પરંતુ ગુજરાતના તમામ જળોશયોમાં નવા નીર આવ્યા છે તો ચેકડેમો પણ ઓવરફલો થયા છે. ત્યારે પાણીમાં અચાનક ડુબી જવાના કે ન્હાવા ગયા બાદ ઉંડા પાણીમાં ગરકાવ થતા મૃત્યુ પામવાની અનેક ઘટનાઓ બનવા પામી છે. આવ જ એક ભાવનગરની ઘટના પ્રકાશમાં આવી છે.
ભાવનગર: સીદસર ગામના બે ભાઈઓ માલેશ્રી નદીમાં ડૂબી જતાં મોત
પગ લપસી જતા અકસ્માતે બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા
બે ભાઈઓના મોત થતા પરિવાર શોકમગ્ન બન્યો
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, છેલ્લા કેટલાય વરસથી ભાવનગરના સીદસર ગામે સ્થાયી થયેલા કાનજીભાઇ રમણા તેમના બે પુત્રો મોટો દિકરો હર્ષ તથા નાનો દિકરો આનંદ બન્નેને નદીમાં નાહવા માટે પોતાની સાતે લઇ ગયા હતા. તે વખતે શામપરા પાસે આવેલ માલેશ્રી નદીમાં વહેતા પાણીમાં બન્ને ભાઇઓ ન્હાવા જતા એક ભાઇનો પગ લપસતા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવા બીજો ભાઇ પણ ઉંડા પાણીમાં જતા બન્ને ભાઇઓ પાણીમાં ગરકાવ થયા હતા.
પરિવારજનો પર આભ તૂટી પડ્યું
પાણીમાં ગરકાવ થવાની ઘટનાને પગલે બંન્ને ભાઇઓના કમાકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ દુ:ખદ ઘટના અંગેના સમાચાર પરિવારજનોને મળતા જ જાણે આભ તૂટી પડ્યું હોય તેવા હાલ થયાં હતા.
મૃતક હર્ષ રાઇફલ શૂંટીંગનો નેશનલ પ્લેયર
ઉલ્લેખનીય છે કે, મૃતક હર્ષ રાઇફલ શૂંટીંગનો નેશનલ પ્લેયર હતો. જ્યારે કે તેમના પિતા ફ્રીજ રીપેરીંગનો અને તેના સ્પેર પાર્ટસનો વ્યવસાય કરતા હોવાનુ જાણવા મળેલ છે.