બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિવાદમાં: તૈયાર કર્યાને 7-7 વર્ષ થયા છતાંય વપરાશ ઠેરના ઠેર, હવે ખર્ચાશે 70 કરોડ
Last Updated: 03:18 PM, 15 May 2024
ભાવનગર શહેરમાં મનપા દ્વારા કુંભારવાડા નજીક ગંદા પાણીને શુદ્ધ બનાવવા માટે આજથી ૭ વર્ષ પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો. આ પ્લાન્ટ સાત વર્ષમાં યોગ્ય રીતે વપરાયો નથી. ત્યારે હવે મનપાના શાસકો આની કેપેસિટી વધારવા નવો બનાવવાનું નક્કી કર્યું છે. ભાવનગરમાં ગંદા પાણીને શુદ્ધ બનાવવા માટે આ ૩૦ એમ એલ ડીનો પ્લાન્ટ ૪૫ એમ એલ ડીનો બનાવવાનું આયોજન છે. આ પ્લાન્ટ અંદાજે ૭૫ કરોડના ખર્ચે બનનાર છે. ૭ વર્ષ પહેલા બનેલો આ પ્લાન્ટ આમ પણ જર્જરીત થયો છે. અને કેપેસીટી મુજબ કામ થતું નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે મનપા કોઈ પણ કામ દીર્ઘ દ્રષ્ટિથી કરતું નથી અને પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાવનગર શહેરમાં બનેલો આ પ્લાન્ટ હજુ યોગ્ય વપરાયો નથી. ત્યાં તોડીને નવી બનાવવાનું આયોજન સતાધીશો સામે લોકો શંકાની નજર થી જોઈ રહ્યા છે. જો કે સતાધીશો નું કહેવું છે કે આ પ્લાન્ટ નવો બનવાથી તેમાંથી સુદ્ઢ થતું પાણી વહેચીશું અને તેમાંથી મનપાને લાખોની આવક પણ થશે.ભાવનગરમાં મનપા દ્વારા હવે નવી પ્લાન્ટ બનાવવાનું આયોજન થયું છે. પરંતુ તે ક્યારે બનશે તે જોવું રહ્યું.
આ સમગ્ર મામલે કોંગ્રેસનાં નેતા પ્રકાશ વાઘાણીએ કહ્યું હતું કે, હું પણ માનું છું કે બહુ સારી વાત કહેવાય. પણ આગોતરૂ આયોજન એટલે કે ભવિષ્યની વાતને લઈ કંઈ નહી. એટલે કે 22 કરોડ રૂપિયા ત્યારે વાપર્યા.અને હું દાવા સાથે કહુ છું કે જે 22 કરોડ રૂપિયા વાપર્યા તે પ્લાન્ટ હજુ સુધી કાર્યરત ન હતો. તેમજ પ્લાન્ટમાં કંઈકને કંઈક ખામી હતી. આજે 70 કરોડનાં ખર્ચે 45 એમએલડી પ્લાન્ટ નાંખવાની વાત કરે છે. સારી વાત છે. પણ 22 કરોડ રૂપિયા તમે ખર્ચા કે બગાડ્યા. એ ખબર નથી પડતી.
વધુ વાંચોઃ સરકારી યોજનાનો અમલ માત્ર કાગળ પર! કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા
આ બાબતે મનપાનાં કાર્યપાલક ઈજનેર અમિત પલસાણાએ જણાવ્યું હતું કે, આ જે 30 એમએલડી પ્લાન્ટ છે. યુએસબી ટેકનોલોજી આધારીત છે. જે અત્યારે જૂની થઈ ગઈ છે. હવે એમાંથી આપણે એસડીપી પ્લાન્ટ કરશું. જેમાં 30 એમએલડીમાંથી 45 એમએલડી અપગ્રેડેશન થશે. ત્યારે હાલમાં જે પ્લાન્ટ છે તે યુએસબી જે સંપ છે એમાં પ્રોપર ટ્રીટમેન્ટ જે જોઈએ તે નથી થઈ શકતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.