ભાવનગર: જીલ્લાના બાડી પડવા ગામમા રવિવારે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરતા પોલીસે 500 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધીને અટકાયત કરી હતી.આ તમામ લોકોને પોલીસના સંસ્કાર હોલ ખાતે રાખવામાં આવ્યા હતા.ત્યારે હવે અટકાયત કરાયેલા તમામ લોકોને મુક્ત કરાશે તેવું જાણવા મળેલ.
ઉલ્લેખનીય છે કે ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે જમીન સંપાદન મામલે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યાં છે ત્યારે આંદોલનમાં ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં ગતરોજ ખેડૂતોની ધરપકડ કરાઈ હતી. જયાં ખેડૂતોના પરિવારજનો જરૂરી દસ્તાવેજો લઇને ખેડૂતોને છોડાવવા SP ઓફિસ પહોંચ્યા હતા.આ મોટી સંખ્યામાં ખેડૂતો SP ઓફિસ એકઠા થયા હતા જેમાં 12 ગામના મહિલાઓ પુરૂષો સહિત બાળકોની ધરપકડ કરવામાં આવી હતી.
500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવતા તમામને આજે સવારો મુકત કરવામાં આવ્યા હતા.આપને જણાવી દઇએ કે જમીન સંપાદન મામલે ખેડૂતોએ ગઇકાલે વિરોધ ક