ભાવનગર મનપાના મેયર તરીકે મનહર મોરીની વરણી, જ્યારે ડે.મેયર...

By : HirenJoshi 10:53 AM, 14 June 2018 | Updated : 11:15 AM, 14 June 2018
ભાવનગર: આજે મનપાના મેયર અને ડે.મેયરના નામો જાહેર થયા છે. ત્યારે મનહર મોરીની ભાવનગરના મેયર તરીકે વરણી કરવામાં આવી છે. ડે.મેયર તરીકે અશોક બારૈયાની વરણી કરાઇ છે. મનહર મોરી 30માં મેયર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. મનપાના દંડક તરીકે પરેશ પંડ્યાનું નામ જાહેર કરાયું છે.

AMCના નવા મેયર તરીકે બિજલ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી દિનેશ મકવાણાની વરણી કરવામા આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ, શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહ, દંડક તરીકે રાજુ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી અઢી વર્ષ માટે કરવામાં આવી છે.

ત્યારે સુરતના મેયર તરીકે જગદીશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીક અનિલ ગોપલાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડે.મેયર તરીકે નિરવ શાહની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે દયાશંકર સિંહની વરણી કરવામાં આવી છે.



Recent Story

Popular Story