બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar, Education Minister, Jitu vaghani, rocked, children, visit, played games,

VIDEO / જીતુ વાઘાણીનું બાળકો પ્રત્યે વ્હાલ, ભાવનગરમાં ભૂલકાઓ સાથે હીંચકે હીંચક્યા શિક્ષણમંત્રી

Mahadev Dave

Last Updated: 09:23 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ભાવનગરની મુલાકાત દરમિયાન બાળકો સાથે હીંચકે હીંચક્યા હતા અને બાળકોને રમતો રમાડી હતી.

  • ભાવનગરમાં જીતુ વાઘાણી બાળકો સાથે હીંચકે હીંચક્યા
  • નારી ગામના બાળકો સાથે વાત્સલ્યથી કર્યો સંવાદ
  • જનસેવક તરીકે શહેરીજનો સાથે બગીચામાં બેસી તેમના પ્રશ્નો જાણ્યા

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ બાળકો સાથે હીંચકે હીંચક્યા હતા. જીતુ વાઘાણીનો બાળકો સાથેનો વીડિયો પણ સામે આવ્યો છે.  નોંધનિય છે કે ભાવનગરના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ કલામહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયાં હતાં. ત્યારબાદ બાળકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ હાજરી આપી બાળકો સાથે હીંચકા ખાધા હતા. ભાવનગરના પ્રવાસ દરમિયાન નારી ગામના બાળકો સાથે જીતુ વાઘાણીએ વાત્સલ્યથી સંવાદ કર્યો હતો. ઉપરાંત જનસેવક તરીકે શહેરીજનો સાથે બગીચામાં બેસી તેમના પ્રશ્નો જાણ્યા હતા.



સુરતમાં હર્ષ સંઘવીએ વડની વડવાઈ સાથે ઝૂલી કરી મસ્તી
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાં તથા સુરતની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી હળવા મૂળમાં જોવા મળ્યા હતા. આ તકે મજુરા વિધાનસભા વિસ્તારમાં હર્ષ સંઘવીએ લોકસંપર્ક કર્યો. જ્યાં લોકો સાથે વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી. જેમા લોકોને પડતી હાલાકી અને ખૂટતી સુવિધાનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ સુરત મનપા દ્વારા નવા વોક-વે અને જોગર્સ પાર્કનું નિર્માણ કરાયું છે જેની પણ મુલાકાત લીધી હતી. પાર્કની મુલાકાત વેળાએ પાર્કના ઘેઘુર વડની વડવાઇ સાથે હર્ષ સંઘવીએ હીંચકા ખાધા હતા તેમણે વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મોજ, મસ્તી કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Children Jitu Vaghani ભાવનગર શિક્ષણમંત્રી jitu vaghani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ