બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 16 February 2025
ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા દેવી પૂજક સમાજના લોકો ભાવનગરના પાદરમાં આવેલા માલણકા ગામેથી પદયાત્રા કરતા જતા હતા ત્યારે તેમની સાથે રહેલા માતાજીને ટોપલામાં બેસાડ્યા હતા તે એક ખીજડાના વૃક્ષ નીચે મૂકીને બીજા દિવસે ત્યાંથી નીકળી ગયા અને બાદમાં યાદ આવતા આ પદયાત્રિકો માતાજીને પરત લેવા આવ્યા ત્યારે માતાજીએ તેમની સાથે જવાની ના પાડી અને તે જ સ્થળે સ્થિર થઇ અવળું મોઢું ફરીને બેસી ગયા. અને સમય જતા માલણકામાં અવળકંધી માતાજીના નામથી માતાજીનુ મંદિર જિલ્લામાં પ્રસિદ્ધ બન્યું છે.
ADVERTISEMENT
માતાજીનુ મૂળ સ્વરૂપ મેલડી માતાજી
ADVERTISEMENT
ભાવનગર થી 10 કિલો મીટર દૂર આવેલા માલણકા 8000 ની વસ્તી ધરાવતું ગામ છે ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. માલણકા ગામના પાદરમાં અવળકંધી માતાજીનું મંદિર આવેલું છે. અવળકંધી માતાજીનું મંદિર પહેલા નાની દેરીમાં હતું. 35 વર્ષ પહેલા આ મંદિરનો જીણોદ્ધાર ભૂપતબાપુએ કર્યો અને હવે મંદિર જાણીતું બની ગયું છે. વર્ષો પહેલા દેવી પુજકના લોકોનો પગપાળા સંધ માતાજી સાથે આ સ્થળ પાસેથી પસાર થતો હતો ત્યારે પદયાત્રીઓએ ખીજડાના વૃક્ષ ઉપર માતાજીના ટોપલાને મૂકી આરામ ફરમાવી સવારે ચાલતા થઇ ગયા હતા અને બીજા ઉતારે પડાવ થતા તે લોકો માતાજીને ભૂલી ગયાનુ યાદ આવતા પરત ગયા ત્યારે ટોપલામાંથી આકાશવાણી થઇ કે તમે ભૂલી ગયા હવે હું તમારી સાથે નહીં આવું અને માતાજી અવળું મોઢું ફેરવીને બેસી ગયા હતા ત્યારથી આ જગ્યા અવળકંધી માતાના મંદિર તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો: વરસડા ગામે સધી માતાનું 400 વર્ષ જૂનું મંદિર, મા સિધ્ધેશ્વરીનો છે પૌરાણિક ઈતિહાસ
પૂર્વ દિશામાં બેઠા હોય તેવું દેશમાં એક જ મંદિર
ભાવનગરના માલણકા માં આવેલા આ અવલકંધી માતાજીના મંદિરનો ધીમેધીમે વિકાસ થતો ગયો અને આજે વિશાળ મંદિર બની ગયું છે મંદિર પરિસરમાં અગ્નેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે તેમજ મહંત ભૂપતબાપુની સમાધિ અને ડેરી પણ આવેલા છે. મંદિરમાં પ્રાર્થના તેમજ અન્ય ધાર્મિક કાર્ય્રક્રમો માટે વિશાલ હોલ પણ બનાવવામાં આવેલો છે રોજ સવાર સાંજ મહાદેવના મંદિરમાં તેમજ અવળકંધી માતાજીને કરવામાં આવતી આરતી સમયે નગારા અને ઘંટારવની ગુંજથી મંદિર અને આજુબાજુના વિસ્તારમાં સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે અને વાતાવરણ ભક્તિમય બની જાય છે મંદિરે મોટી સંખ્યામા ભક્તજનો દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે.અવળકંધી માતાજી પૂર્વ દિશામાં બેઠા હોય તેવું આ એક જ મંદિર છે માતાજીનુ મૂળ સ્વરૂપ મેલડી માતાનું છે પણ અવળું મોઢું રાખી માતાજી બિરાજમાન થયા હોવાથી તેમનું નામ અવળકંધી માતા પડ્યુ છે માતાજીની બાજુમાં વીર ભીમડીયા દાદા પણ બિરાજમાન છે
માતાજી ને ગોળ ધરાવવાની માનતા રાખવામાં આવે છે અને લોકો પોતાની માનતા પુરી થયા બાદ માતાજીને શ્રીફળ અને ગોળ ધરાવે છે ભાવનગર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા આવે છે. માલણકા ગામે આવેલ આ મંદિરના પરિસરમાં પક્ષીઓ માટે એક ચબુતરો પણ બનાવવામાં આવ્યો છે જ્યાં પક્ષીઓને ચણ નાખી અબોલની સેવા કરવામાં આવે છે મંદિરમાં જન્માષ્ટમી તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ અને મહંત ભૂપતબાપુની પુણ્યતિથિ નિમિતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.