બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં રીક્ષામાંથી ઝડપાઈ 3000000 રૂપિયાથી વધારેની રોકડ, LCBએ બે શખ્સોની કરી ધરપકડ

ધરપકડ / ભરૂચમાં રીક્ષામાંથી ઝડપાઈ 3000000 રૂપિયાથી વધારેની રોકડ, LCBએ બે શખ્સોની કરી ધરપકડ

Last Updated: 11:49 PM, 3 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં રીક્ષામાંથી ઝડપાઈ રૂપિયા 30.80 લાખની રોકડ સાથે બે લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓ આ રોકડ બાબતે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે બંને શખ્શોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રીજ નીચેથી બિનધિકૃત રીતે ભારતીય ચલણી નાણા રોકડા રૂ.30.80 લાખની હેરાફેરી કરતા બે ઈસમોને LCB ટીમે ઝડપી પાડ્યા છે. આ બંને ઈસમો રીક્ષા દ્વારા આ નાણાં લઈને ટંકારીયા ગામ તરફ જવાના હોવાની માહિતી ટીમને મળી હતી. ટીમને હવાલાના નાણાં હોવાની માહિતી મળી હતી.

એલસીબી પોલીસે બે લોકોની ધરપકડ કરી

ભરૂચ જિલ્લામાં દિવાળી અને નવાવર્ષના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની.પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક ડૉ.કુશલ ઓઝાએ તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતા. તેના અનુસંધાને LCB ની ટીમ ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન માહિતી મળી હતી કે, અંકલેશ્વર તરફથી એક રિક્ષા GJ-16-AT-8590 માં બે ઇસમો બિનધિકૃત રીતે ભારતીય બનાવટના નાણાનો જથ્થો લઈ ભરૂચ ભૃગુઋષિ બ્રીજ નીચેથી ટંકારીયા તરફ જવાના છે,જે હવાલાના નાણા હોઇ શકે છે.માહિતીના આધારે LCB ટીમે ભૃગુઋષિ બ્રીજ નીચે વોચમાં ગોઠવી હતી.

વધુ વાંચોઃ પહેલા વાવઝોડું અને પછી હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની કડકડતી આગાહી

પોલીસે બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ સમય દરમિયાન માહિતીવાળા નંબરની રીક્ષા આવતા તેને કોર્ડન કરીને રોકી તેમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની ચલણી નોટો કુલ રૂપિયા 30,80, 000 રોકડા મળી આવ્યા હતાં.આ અંગે રિક્ષામાં પકડાયેલા ટંકારીયા ગામના હબીબ ઈબ્રાહીમ મનસુરી અને ઇખર ગામના યાકુબ ઉર્ફે બાબુભાઇ ઈબ્રીહીમ ભોદુની પૂછતાજ કરતા સંતોષ કારક જવાબ નહિ આપતા પોલીસે રોકડા રૂપિયા,રીક્ષા અને મોબાઈલ મળીને કુલ રૂ.32,86,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરોને બંને વિરુધ્ધ ભારતીય ચલણી નાણાની બિન અધિકૃત રીતે હેરાફેરીના ગુનામાં (BNSS)ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch News Unaccounted Cash Bharuch Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ