બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bharuch blast last night five workers died
Last Updated: 07:56 AM, 11 April 2022
ભરૂચના દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ
અકસ્માતમાં દાઝી જવાથી 5 લોકોના મૃત્યુ
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી
ADVERTISEMENT
એક તરફ ગરમી તો બીજી તરફ આગના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આગના બનાવો ઉત્તોરત્તર વધી રહ્યા છે. ત્યારે ભરુચના દહેજમાં ગત મોડી રાત્રે આગ ફાટી નીકળતા 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
બ્લાસ્ટ થતા 5ના મોત
ADVERTISEMENT
દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ ફાટી નીકળી. ગત મોડી રાતે જ આગની ઘટના બની. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા ઉ઼ડતા જોવા મળ્યા હતા. આગને કારણે બધુ જ બળીને ખાખ થઇ ગયુ. ઘટનાને પગેલ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી, આગ પર કાબૂમાં લેવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો. જો કે આગ એટલી વિકરાળ હતી કે પાંચ લોકો દાઝી જતા મોતને ભેટ્યા. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણીજોવા મળી રહી છે.
એક કામદારની શોધખોળ શરુ
મોડી રાત્રે કંપનીમાં કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આ ઘટના બનતા 5લોકો મોતને ભેટ્યા જ્યારે એક કામદારની શોધખોળ શરુ કરવામાં આવી છે. એક કામદારનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. આગ એટલી વિકરાળ હતી કે બધુ જ બળીને ખાખ થઇ ગયું. ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.