બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / Bharti Singh on pregnancy says leave us alone than we will do

Viral / ફોટોગ્રાફરે બાળકને લઈને ભારતીને પૂછ્યો સવાલ, તો તેણે આપ્યો એવો જવાબ કે વીડિયો થઈ ગયો વાયરલ

Noor

Last Updated: 10:42 AM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાફ્ટર ક્વીન ભારતી સિંહ લોકોને ખૂબ હસાવે છે. તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ત્યારે હાલમાં જ ફોટોગ્રાફરે તેને બાળકને લઈને સવાલ પૂછ્યો તો ભારતીએ આપ્યો જોરદાર જવાબ.

  • ભારતી સિંહ હમેશાં લોકોનું મનોરંજન કરતી રહે છે
  • તેની કોમિક ટાઈમિંગ જબરદસ્ત છે
  • ભારતી સિંહનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફની વીડિયો પોસ્ટ કરતી રહે છે. ભારતીના પતિ હર્ષ પણ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ શેર કરતો રહે છે. ત્યારે હાલમાં જ ભારતીનો એક વીડિયો સામે આવ્યો છે જે જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. 

ભારતીએ આપ્યો આવો જવાબ

ભારતી સિંહ પોતાની વેનિટી વેનમાં જઈ રહી હતી ત્યારે પાપારાઝીએ તેને સ્પોટ કરી. મીડિયા સાથે વાત કરતા ભારતી સિંહે કહ્યું કે 'ધ કપિલ શર્મા શો' અને 'ડાન્સ દીવાને' શો જરૂર જુઓ. આ પછી જ કોઈએ તેને પૂછ્યું કે તે મામા બનવાની ખુશખબરી ક્યારે આપશે? બાળક ક્યારે આવી રહ્યું છે ત્યારે ભારતીએ તેના પેટ પર હાથ મૂકીને કહ્યું, 'હવે દરેક બાળકની રાહ જોઈ રહ્યું છે. બસ તમે લોકો અમને એકલા છોડી દો પછી કરીશું. ' ભારતીની વાત સાંભળીને બધાં હસવા લાગ્યા.

'ધ કપિલ શર્મા શો' માં દેખાઈ ભારતી

ભારતી સિંહનો ફની વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારતી ઘણીવાર તેના બેબાક અને મસ્તીભર્યા નિવેદનોથી લોકોનું મનોરંજન કરે છે. ભૂતકાળમાં પણ તેના ઘણાં ફની વીડિયો ખૂબ વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે, 'ધ કપિલ શર્મા શો' શરૂ થઈ ગયો છે. ફરી એકવાર ભારતી સિંહ લોકોને હસાવતા જોવા મળશે. તેની કોમેડીને કારણે લોકોનું વીકેન્ડ બની જશે. ભારતી સિવાય કપિલ શર્મા શોની આખી ટીમ લોકોનું ખૂબ મનોરંજન કરે છે. 

'ડાન્સ દીવાને'માં પણ કામ કરી રહી છે ભારતી

આ વીડિયોમાં ભારતી સિંહની હાલત જોયા બાદ ચાહકો તેમની હસી રોકી નથી શકી રહ્યા. ચાહકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે તેઓ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા અત્યારે  ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને' હોસ્ટ કરી રહ્યાં છે. માધુરી દીક્ષિત શોમાં જજ તરીકે જોવા મળે છે. શોના હોસ્ટ રાઘવ જુયાલને કોરોના થયા બાદ ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા હોસ્ટ તરીકે આવ્યા હતા. રાઘવ શોમાં પરત ફર્યા પછી પણ બંને હજી પણ શોનો ભાગ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ