Bharti Ashram Swami Hariharanand was found from Maharashtra, Swami was taken to Junagadh by the Vadodara Crime Branch team
રહસ્યનો પડદો /
ઋષિ ભારતીજીએ બોગસ વિલ બનાવી હોવાનો સ્થાનિક સંતોનો મોટો આરોપ,બાપુને રાજનેતાની ધમકી મળી હોવાનું પોલીસે સ્વીકાર્યું
Team VTV05:03 PM, 04 May 22
| Updated: 05:12 PM, 04 May 22
મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી નાસિક નજીકથી એક કારમાંથી મળ્યા બાદ તેમને વડોદરા બાદ જુનાગઢ લાવવામાં આવ્યા છે.
હરિહરાનંદજી સ્વામી મહારાષ્ટ્રથી મળી આવ્યા
જુનાગઢ ભારતી આશ્રમ ખાતે બાપુને લઈ જવાયા
જૂનાગઢના ભારતી આશ્રમના મંહત હરિહરાનંદ બાપુ ગુમ થયા બાદ મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.હરિહરાનંદ બાપુને તેમના સેવકો જ શોધી લાવ્યા હતા.ભારતી બાપુના જૂનાગઢ, સરખેજ સહિત અનેક આશ્રમોની કરોડોની જમીનો અને સંપત્તિ છે.
ઋષિ ભારતીએ બોગસ વિલ બનાવી:સ્થાનિક સંતો
ત્યારે હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ વધી છે. ગુરુભાઈ એવા ઋષિ ભારતીએ બોગસ વિલ બનાવી ઉત્તરાધિકારી તરીકે પોતાને જાહેર કર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક સંતો કરી રહ્યા છે.ત્યારે હાલ તો ભારતી આશ્રમના ઉત્તરાધિકારી હરિહરાનંદજી મળી ગયા છે ત્યારે તમામ સંતો હરિહરાનંદજીને ગાદી પર જોવા માંગે છે અને તેઓ સંપૂર્ણ આશ્રમોનો વહીવટ કરે એવી માંગ કરી રહ્યા છે.
બાપુએ વિવાદ મામલે અમને કઈ વાત નથી કરીઃ આશ્રમના ટ્રસ્ટી
ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેશભાઈએ નિવેદન આપતા કહ્યું છે કે બાપુએ 4 દિવસથી યોગ્ય ભોજન લીધું નથી. બાપુની તબિયત ખરાબ થઈ છે. બાપુએ વિવાદ મામલે અમને કઈ વાત ન હોતી. પણ બાપુ સુરક્ષિત પરત ફર્યા એ અમારી માટે મોટી વાત છે. બાપુના તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવીશુ તેવી ખાતરી પણ આપી હતી.
જૂનાગઢ આશ્રમમાં લઈ જવાયા
હાલ તો હરિહરાનંદ બાપુને જૂનાગઢ આશ્રમમાં લઈ જવામાં આવ્યા છે. સેવકે કહ્યું હરિહરાનંદ બાપુની તબિયત સારી છે. પોલીસે સુરક્ષા સાથે જૂનાગઢ આશ્રમમાં ખસેડયા છે હવે ભારતી આશ્રમમાં લઈ જઈને સમગ્ર વિવાદની થશે તપાસ
બાપુએ ધાક ધમકી આપનારની પોલીસને નહિ આપી માહિતીઃ ડીસીપી
વડોદરા ડીસીપી ઝોન-3ના યશપાલ જગાણિયાએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે બાપુને તેમના સેવકો શોધીને પોલીસ મથક લાવ્યા. બાપુ કપુરાઇ ચોકડીથી ટેમ્પોમાં બેસી મહારાષ્ટ્રના નાસિક પહોંચ્યા હતા. બાપુએ ધાક ધમકી, દબાણ કરાતું હોવાથી આશ્રમ છોડ્યાની પોલીસ સમક્ષ કરી વાત કરી હોવાનો પણ તેઓએ ખુલાસો કર્યો હતો. પણ કોણે ધાક ધમકી આપી તેનો ફોળ બાપુએ હજુ સુધી પાડયો ન હતો.
રુષિભારતીજી બાપુએ શું કરી સ્પષ્તા
આખા કેસમાં હરિહરાનંદજીએ સરખેજ ખાતેના જે આશ્રમ પર આક્ષેપ કર્યા છે તેને લઈને રુષી ભારતી બાપુએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હરિહરાનંદજી મળી આવ્યા તેનો આનંદ છે અને પોલીસને અભિનંદન પણ આપ્યા હતા. સાથે જ વીલને લઈને જે આક્ષેપ કર્યા છે તેની રુષિભારતીજીએ સ્પષ્તા કરતા કહ્યું કે વીલ મારા નામે જ છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
શું છે સમગ્ર મામલો?
જૂનાગઢ ખાતે આવેલ ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયા હતા. જે અંગે કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ વડોદરાનાં વાડી પોલીસ મથકમાં અરજી હતી. ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ મહારાજ ગત તા. 30 રોજ આશ્રમ કેવડિયાથી અમદાવાદ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા ત્યાર બાદ વડોદરા શહેરમાં રહેતા તેમના સેવક રાકેશભાઇને ત્યાં રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓએ કારેલીબાગ ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સેવક રાકેશભાઇ તેઓને કાર મારફતે લઇ જઇ કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ આશ્રમે પરત ફર્યા ન હતા જે અંગેની વિગત પોલીસ સમક્ષ જાહેર થવા પામી હતી. આ માહિતીને લઈને પોલીસે ગુમ થવાનું કારણ શોધવા તેમજ સીસીટીવી અને મોબાઈલ લોકેશન તથા સેવકોની તપાસ સહિતની કામગીરીનો ધમધમાંટ શરૂ કર્યો હતો. આ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોલ ડિટેલના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરતા હરીહરાનંદ બાપુ સુરત નજીકના નાસિક આશ્રમ પાસેથી મળી આવ્યાની છે. આથી વડોદરા પોલીસ અને પોલીસ ટીમો બાપુને લઇને બપોરે પરત ફરી હતી.