સુરત: ભારત બંધને મિશ્ર પ્રતિસાદ,કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

By : kavan 11:16 AM, 10 September 2018 | Updated : 11:18 AM, 10 September 2018
સુરત: દેશભરમાં કોંગ્રેસ દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દુકાનો પણ બંધ કરાવી હતી.યોગી ચોક વિસ્તારમાં કોંગી કાર્યકરોનો વિરોધ કરવામાં આવતા પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત પણ કરી હતી. તો સુરતના પુણા વિસ્તારમાં બંધની અસર જોવા મળી છે. પુણા વિસ્તારની મોટાભાગની દુકાનો બંધ રહી હતી અને શાળાઓ પણ સ્વયંભૂ બંધ રહી હતી. 

તો આ તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સુરતમાં બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નિકળ્યા હતા.પોલીસે બજારો બંધ કરાવવા માટે પહોચેલા કાર્યકરોની અટકાયત કરી હતી. મિલેનિયમ બજાર બંધ કરવા માટે કાર્યકર્તાઓ પહોંચતા સ્થાનિક પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. સુરતના જુદા-જુદા વિસ્તારોમાંથી પોલીસે 40 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે.આપને જણાવી દઇએ કે,વલસાડ જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી કોંગ્રેસના કાર્યકર્તાઓ બજારો બંધ કરાવવા માટે નિકળ્યા હતા. પોલીસે કોગ્રેસના કાર્યકર્તાઓને અટકાવતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું.
  જો કે,ભારત બંધના એલાનની તાપી જિલ્લામાં વ્યાપક અસર જોવા મળી છે. જિલ્લાના શાળા, કોલેજ અને બજારો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

તો ગોધરા ST વિભાગ દ્વારા આજે એસ.ટી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જતી બસોના રૂટ સ્થાનિક તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. જો કે, બસો બંધ થતાં મુસાફરો અટવાયા હતા. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story