બિહાર વિધાનસભા ચૂંટણીમાં જ્યાં એક તરફ કેટલીક બેઠક પર પૈસા અને બાહુબલીઓને લડાઇ છે, ત્યારે કેટલાક ઉમેદવાર એવા પણ છે જેમનું સાદુ જીવન અદભૂત છે. હવે લખીસરાય બેઠક પર અપક્ષી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભરત મહતો વિશે જણાવીશું...
બિહાર વિધાનસભા ચૂંટણીનો જંગ
લખીસરાય બેઠક પરથી અપક્ષના ઉમેદવાર ભરત મહતો
ભરત પાસે પહેરવા ચપ્પલ પણ નથી, તેમ છતા પણ લડી રહ્યા છે ચૂંટણી
લખીસરાય બેઠકના અપક્ષના ઉમેદવાર ભરત મહતો જેમના પગમાં પહેરવા માટે ચપ્પલ નથી. મોબાઇલ પણ તેમની પાસે નથી. હા, ઘરમાં એક નાનો મોબાઇલ છે જેના પર બહાર મજૂરી કરવા ગયેલા તેમના દીકરાને ફોન કરીને હાલ-ચાલ પૂછતા રહે છે. ઉમેદવારી સમયે સોગંદનામામાં પોતાના સાઢૂનો નંબર આપી રાખ્યો છે. તેની આ જ કારણ છે કે ઘરના મોબાઇલમાં બેલેન્સ રહે કે નહીં, તેની કોઇ ગેરેન્ટી નહીં.
ભરત મહતો એક નહીં અનેક ચૂંટણી લડી ચૂક્યા છે
72 વર્ષીય ભરત મહતો જેવા તેવા નથી. અત્યાર સુધીમાં તેઓ અનેક વખત ચૂંટણી લડી ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી તમામ ચૂંટણી તેમણે પંચાયત સ્તરની લડી છે. આ પહેલી વખત બન્યું છે જ્યારે તેઓ વિધાનસભા ચૂંટણીમાં મેદાને આવ્યા છે.
મહતોએ મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેઓ કેટલી ચૂંટણી લડી ચૂક્યા છે, તેમને ખુદ યાદ નથી. ક્યારેય તેમણે હિસાબ કિતાબ રાખવાનું વિચાર્યું જ નથી. એટલું યાદ છે કે, પ્રધાનથી લઇને વોર્ડ, જિલ્લા પંચાયત, પંચાયત સમિતિ, પેક્સ અધ્યક્ષ જેવી દરેક ચૂંટણીમાં કિસ્મત અજમાવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે હાર મળી છે.
પૈસા ક્યાં છે તો જીતીએઃ ભરત મહતો
મીડિયા સાથે મહતોએ કહેવામાં જરા પણ ન ખચકાટનો અનુભવ કર્યો કે અમારી પાસે પૈસા ક્યાં છે તે અમે ચૂંટણી જીતીશું. ચૂંટણી એજ જીતે છે તેમની પાસે પૈસા હોય છે. અમે તો અમારી દીકરીના લગ્ન પણ દેવું કરીને કર્યા છે જે આજ સુધી ચૂકવી રહ્યા છીએ. બે દીકરા બહાર કોઇ ફેક્ટ્રીમાં કામ કરે છે. તે લોકોએ પૈસા મોકલ્યા છે ત્યારે તો ઉમેદવારી નોંધાવી શક્યો. જીતવું તો આમાં પણ નથી, પરંતુ ચૂંટણી તો અમે લડીશું જ.