બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bharat-jodo-yatra-rahul-gandhi-to-bjp-supporters-jai-siyaram-and-not-jai-shri-ram

રાજસ્થાન / VIDEO : ભારત જોડો યાત્રામાં જબરુ બન્યું, અચાનક જોરથી ચિલ્લાઈ ઉઠ્યાં રાહુલ ગાંધી, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 05:26 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના દૌસામાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ ભાજપ કાર્યકરોની સામે જોઈને જય સિયારામની નારેબાજી કરી હતી. જવાબમાં કાર્યકરો પણ જય સિયારામ બોલ્યાં હતા.

  • રાજસ્થાનના દૌસામાં ભારત જોડો યાત્રામાં રાહુલે ભાજપ કાર્યકરોનું જીત્યું દીલ
  • જય સિયારામની નારેબાજી કરી
  • સામે ભાજપ કાર્યકરોએ પણ જય સિયારામની નારેબાજી કરી 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. આ યાત્રા હવે 'જય સિયારામ'ના નારાને લઈને પણ ચર્ચાઈ રહી છે. રાહુલ ગાંધી જ્યાં પણ આ યાત્રામાંથી પસાર થાય છે, ત્યાં તેઓ 'જય સિયારામ'ના નારાનો ઉલ્લેખ જરૂરથી કરે છે. રાહુલ ગાંધીનો આવો એક વીડિયો સામે આવ્યો છે. 

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કર્યાં પ્રહાર
ભાજપ જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધીના નિવેદનને વખોડતાં જણાવ્યું કે તેમનું નિવેદન સેનાના મનોબળને તોડી પાડનાર છે. 

ભાજપ કાર્યકરોને કહ્યું, આવો અને નમસ્તે કરી લો 
વીડિયોમાં રાહુલ ગાંધી રાજસ્થાનના દૌસા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ કાર્યાલયની સામે ચાલતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ભાજપ કાર્યાલયની છત પર ઉભેલા કાર્યકર્તાઓને કહે છે- "આવો અને નમસ્તે કરી લો, રાહુલે જોર-જોરથી બૂમો પાડીને ભાજપ સમર્થકો તરફથી જય સિયારામના નારા લગાવ્યા હતા. ત્યાંથી ભાજપના સમર્થકોએ પણ જોર જોરથી બૂમો પાડીને જય સિયારામના નારા લગાવ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપના સમર્થકોને કહ્યું, જય સિયા રામ, 'જય શ્રી રામ' નહીં.

 ભાજપ અને સંઘ પર રાહુલના પ્રહાર 
રાહુલ ગાંધીએ આરએસએસ પર મહિલાઓ પર અત્યાચારનો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે આ જ કારણ છે કે સંગઠનમાં કોઈ મહિલા સભ્ય નથી.  ભાજપ અને આરએસએસ ભય ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમની આ મુલાકાત નફરત અને ડર ફેલાવનારાઓની વિરુદ્ધ છે.

શું છે ભારત જોડો યાત્રા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી.  ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા અત્યાર સુધી તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ ચૂકી છે. આ યાત્રા રાજસ્થાનને આવરી લીધા બાદ 21 ડિસેમ્બરે હરિયાણામાં પ્રવેશ કરશે અને છેલ્લે કાશ્મીરમાં જઈને પૂરી થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bharat jodo yatra rahul gandhi ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી Bharat jodo yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ