કોરોના વાયરસ / જો વેક્સીન સફળ થશે તો ગુજરાતનો પણ હશે ફાળો, કેન્દ્ર સરકાર દ્વારા અપાઇ આ મંજૂરી

Bharat Biotech coronavirus vaccine trial Gujarat Five medical colleges

સમગ્ર દેશ અને દુનિયામાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે હવે કોરોનાની વેક્સીન બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. જ્યારે અમેરિકન કંપની મૉડર્ના, Pfizer અને બ્રિટનની ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રા જેનેકાની સંભવિત વેક્સીન આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહી છે, ત્યારે ભારતની બે કંપનીઓ પણ વેક્સીનના બીજા ફેઝનું ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવામાં લાગી છે. જેમાં એક નામ ભારત બાયોટેકનું છે, જેણે ફેઝ-2ના ટ્રાયલ માટે તૈયારી કરી નાખી છે. સાથે જ ફેઝ-3ના ટ્રાયલ માટે સરકાર પાસે મંજૂરી પણ માંગી છે. ત્યારે ભારત બાયોટેકની કોવેક્સીન રસીના ટ્રાયલ માટે ગુજરાતની 5 મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ