હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે કહ્યું કે ત્રીજા ફેઝના પરીક્ષણમાં વેક્સીન 81 ટકા અસરકારક રહી છે.
કોરોનાને લઈને મળશે મોટી રાહત
બાયોટેકની covaxinનું થર્ડ ફેઝનું આવ્યું પરિણામ
વેક્સીન 81 ટકા રહેશે અસરકારક
ભારત બાયોટેકની સ્વદેશી વેક્સીન કોવેક્સીનના ત્રીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. જેમાં વેક્સીન 81 ટકા અસરકારક હોવાનું જણાવ્યું છે. કોવેક્સીનને કોરોના વાયરસને લઈને વેક્સીનેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ આ વેક્સીનનો પહેલો ડોઝ બીજા તબક્કાના વેક્સીનેશન સમયે એટલે કે 1 માર્ચે લીધો છે.
વેક્સીન 81 ટકા રહેશે અસરકારક
હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ભારત બાયોટેકે કહ્યું કે ટ્રાયલના પરિણામો 25800 લોકો પરના પરીક્ષણના આધારે છે. ટ્રાયલ આઈસીએમઆરની સાથે ભાગીદારીમાં કરાયું છે. કંપનીનું કહેવું છે કે કોવેક્સનનો બીજો ડોઝ લીધા બાદ લોકોમાં કોરોનાને રોકવામાં તે 81 ટકા પ્રભાવી રહી છે. આ માટે ક્લીનિકલ ટ્રાયલ જાહેર કરાશે.
વેક્સીનને 2-8 ડિગ્રી સે. પર કરી શકશે સ્ટોર
કંપનીના ચેરમેન ડો. કૃષ્ણા ઈલાએ કહ્યું કે આ વેક્સીન કોરોનાના જૂના વેરિઅન્ટની સાથે સાથે નવા વેરિઅન્ટમાં પણ અસરકારક છે. covaxinને 2થી 8 ડિગ્રી સે.ના તાપમાને સ્ટોર કરી શકાશે. તેને રેડી ટૂ યૂઝ લિક્વિડ ફોર્મુલેશનમાં મોકલાય છે. ભારત બાયોટેકે કહ્યું કે વૈશ્વિક રીતે 40થી વધારે દેશોએ covaxinના ડોઝ લેવામાં રસ દાખવ્યો છે.
ઉલ્લેખનીય છે કે covaxin એક સ્વદેશી કોરોના વેક્સીન છે. આ સમયે દેશમાં 2 કંપનીની વેક્સીન લોકો માટે મળી રહી છે. તેમાં ભારત બાયેકની વેક્સીન અને ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ સામેલ છે. બંને વેક્સીનનો દેશમાં ઉપયોગ થઈ રહ્યો છે અને સાથે તેનો સપ્લાય અન્ય દેશોમાં પણ થઈ રહ્યો છે.