સીએએ (નાગરિકતા સંશોધન કાયદા) સામે વિરોધ ચાલી રહ્યો છે. જેને પગલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની આંશિક અસર શહેરમાં જોવા મળી છે. કોટ વિસ્તાર તેમજ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આજે સવારથી બંધની અસર જોવા મળી હતી.
સીએએના વિરોધમાં ઠેર-ઠેર બંધ
અમદાવાદમાં જોવા મળી આંશિક અસર
પોલીસને કડક પગલાં ભરવાના અપાયા આદેશ
ત્યારે અન્ય વિસ્તાર રાબેતા મુજબ ચાલુ હતા. ગત મહિને તા.૧૯ના રોજ બંધના એલાન દરમિયાન થયેલી હિંસા જેવી ઘટના આજે ઘટે નહીં તે માટે પોલીસે પણ સવારથી કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. લોકોએ સવારથી સ્વયભૂં બંધ પાળીને એનઆરસી અને સીએએના કાયદાનો વિરોધ કર્યો હતો.
પોલીસને કડક પગલાં ભરવાના અપાયા આદેશ
એનઆરસી અને સીએએના વિરોધમાં લાલ દરવાજા, ત્રણ દરવાજા, મીરજાપુર, શાહપુર, ગોમતીપુર, રખિયાલ, જમાલપુર સહિતના કોટપારના વિસ્તારોમાં દુકાનો આજે બંધ છે. એનઆરસી અને સીએએ કાયદાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગત ૧૯ ડિસેમ્બરના રોજ બંધનાં એલાન દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારા જેવા બનવો આજે બને નહીં તે માટે પોલીસને કડક પગલાં ભરવા તેમજ સતર્ક રહેવા માટે તાકીદ કરાઇ છે.
ભારત બંધનું એલાન કોણે આપ્યું તે સત્તાવાર રીતે સ્પષ્ટ થતું નથી
આજે ભારત બંધનું એલાન કોણે આપ્યું તે સત્તાવાર રીતે સ્પષ્ટ થતું નથી પણ સોશિયલ મીડિયા ઉપર બંધને સફળ બનાવતી અપીલ અને ટેકાના મેસેજ વહેતા થયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, મ્યુનિસિલપ કોર્પોરેટર હાજીભાઇ, ગુજરાત ચાંદ કમિટીએ શાંત રાખી બંધને સફળ બનાવવાની અપીલ કરી છે.
સ્ટેન્ડ ટુ રહેવાના આપવામાં આદેશ
બંધનાં એલાન સંદર્ભે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ અધિકારીઓ સાથે મિટિંગ યોજીને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ કર્યા છે. અને તોફાની તત્ત્વો વિરુદ્ધમાં કડક પગલાં ભરવા માટે આદેશ કરાયા છે.
પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો
પોલીસને ટાર્ગેટ કરીને શાહપુર અને શાહઆલમમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે મામલો તંગ બન્યો હતો. આજે પણ આવી સ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.