બ્રેકિંગ ન્યુઝ
VTV / bharat bandh today agnipath scheme protest
Pravin
Last Updated: 08:06 AM, 20 June 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં છંછેડાયેલા પ્રદર્શનની વચ્ચે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધને જોતા રેલ્વે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે. આરપીએફના વરિષ્ઠ અધિકારીઓએ એક નિવેદન જાહેર કરીને તમામ RPF યુનિટ્સને ઉપદ્રવીઓ અને તોફાન મચાવનારાઓ વિરુદ્ધ કડકાઈથી વર્તવાનો આદેશ આપ્યા છે. આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, રમખામ કરતા યુવાનો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામા આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ યુવાનોમાં ભારે નારાજગી છે. યુવાનો સતત સરકાર પાસેથી આ યોજના પાછી લેવાની માગ કરી રહ્યા છે. જો કે, સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફ્રંસ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, અગ્નિપથ સ્કીમ પાછી લેવામાં આવશે નહીં.
આ યોજનાની વાપસીની માગ સાથે અમુક સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેને જોતા પોલીસ ફોર્સ, RPF અને GRPને હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન, વીડિયો રેકોર્ડ કરનારા ડિવાઈસ તથા સીસીટીવી કેમેરા દ્વારા ઉપદ્વવીઓ વિરુદ્ધ ડિજિટલ પુરાવા એકઠા કરવાના પણ આદેશ આપ્યા છે. આ વીડિયો ફુટેજ દ્વારા સંદિગ્ધોને પકડવાની કોશિશ કરવામા આવશે. પોલીસ અધિકારીઓને પ્રોટેક્ટિવ ગિયર પહેરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત બિહારમાં આજે લગભગ 20 જેટલા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Punjab Police directed to remain on high alert ahead of 'Bharat Bandh' on June 20
— ANI Digital (@ani_digital) June 19, 2022
Read @ANI Story | https://t.co/j3PX2cm9nu#PunjabPolice #BharatBandh #AgnipathScheme pic.twitter.com/MXX0UWrG4q
પંજાબમાં સુરક્ષા વધારી
બિહારના જે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પ્રભાવિત રહેશે તેમાં કૈમૂર, ભોજપુર, બક્સર, ઔરંગાબાદ, રોહતાસ, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, સમસ્તીપુર, નવાદા, બેગૂસરાય, લખીસરાય, સારણ, વૈશાલી, મુઝફ્ફરપુર, દરભંગા, મધુબની, ગયા, ખગડિયા, શેખપુરા અને જહાનાબાદ જેવા જિલ્લાનો સમાવેશ થાય છે. ભારત બંધના એલાનની વચ્ચે પંજાબમાં તમામ સંવેદનશીલ ઠેકાણા અને કેન્દ્ર સરકારની ઓફિસોની આજૂબાજૂમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કેરલમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત
તો વળી કેરલમાં રવિવારે કહેવાયુ છે કે, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા અથવા હિંસામાં સામેલ થનારા લોકોની ધરપકડ કરવા માટે ભારે પોલીસ ફોર્સ તૈનાત રહેશે. પોલીસે નિર્દેશ આપ્યા છે કે, 20 જૂને કોર્ટો, કેરલ રાજ્યની વિજળી કાર્યાલયો, પરિવહન નિગમ તથા ખાનગી બસો અને સરકારી કાર્યાલયોની સુરક્ષા પુખ્ત કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.