કચ્છઃ કોંગી કાર્યકરોએ બળજબરી કોલેજોમાં ઘુસીને શૈક્ષણિક કાર્ય કરાવ્યું બંધ

By : hiren joshi 11:38 PM, 10 September 2018 | Updated : 11:38 PM, 10 September 2018
કચ્છઃ ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ કોંગી કાર્યકરોએ બળજબરીપૂર્વક કોલેજો બંધ કરાવી હતી. કચ્છમાં કોંગી કાર્યકરોએ કોલેજમાં ઘુસીને શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું. તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં બંધનું એલાન આપ્યું હતું. અનેક શહેરોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ બંધ કરાવવા પણ નીકળ્યા હતા.

સવારથી જ રાજ્યમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ બંધ કરાવવા માટે માર્ગો પર ઉતરી પડ્યા હતા. દુકાનો અને બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. તો કેટલાક સ્થળોએ બળજબળી પણ કરી હતી. ક્યાંક ઘર્ષણ થયું હતું.

તો ક્યાંક કાર્યકર્તાઓની અટકાયત થઈ હતી. રોડ પર ચક્કાજામ કરવા કાર્યકર્તાઓએ ટાયર સળગાવ્યા હતા. તો શાળા અને કોલેજો પણ બંધ કરાવી હતી.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story