ભાનુશાળી મર્ડર કેસમાં પોલીસની કામગીરી પર શંકા, જુઓ કોણે લખ્યો પત્ર?

By : vishal 09:46 PM, 17 January 2019 | Updated : 09:46 PM, 17 January 2019
કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના મામલે કચ્છ લડાયક મંચ દ્વારા પત્ર લખી DGPને રજુઆત કરવામાં આવી છે. પત્રમાં પોલીસ કામગીરી પર શંકા દર્શાવવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ સામે રજુઆત કરવામાં આવી છે. આરોપીઓ ઝડપાઇ ગયા હોય તો હાજર કરવાની રજુઆત કરવામાં આવી છે.

મહત્વનું છે કે આજે ભાનુશાળી મર્ડર કેસમાં નવા બે નામો સામે આવતા જીગર પટેલ અને નિતેન પટેલ નામનાં બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વનાં સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે બન્ને ઇસમો ભાનુશાળીનાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. કચ્છની જમીનમાં બન્ને વ્યક્તિઓની ભાગીદારી હતી. બન્ને વ્યક્તિઓની શંકાનાં આધારે ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 નામો બહાર આવ્યાં અગાઉ પણ વધુ એક નામ બહાર આવ્યું હતું. આ હત્યા કેસમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. સિકંદર નામનાં વ્યક્તિની અટકાયત કરીને પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસ ખાસ કરીને અંગત અદાવત, જમીન વિવાદ અને પૈસાની લેતી-દેતીનાં મુદ્દાઓને તપાસી રહી છે. પોલીસે અત્યાર સુધી ભાનુશાલી મર્ડર કેસમાં કુલ 5 લોકોની અટકાયત કરી છે.

નોંધનીય છે કે શરૂઆતમાં જ આ કેસમાં 2 વ્યક્તિઓનાં નામ પણ સામે આવ્યાં હતાં. પોલીસની તપાસમાં શેખર મોરે અને સુરજીત નામનાં વ્યક્તિનાં નામ સામે આવ્યાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્તરપ્રદેશથી એક શખ્સની અટકાયત પણ કરી હતી.

બીજી બાજુ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં ઉમેશ પરમાર પર શંકા સેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ ઉમેશ પરમાર સામે ભાનુશાળીનાં પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે આ મામલે VTV સાથે વાત કરતા ઉમેશ પરમારે જણાવ્યું હતું કે, મારા પર લગાવવામાં આવી રહેલાં તમામ આરોપ ખોટાં છે, હું નિર્દોષ છું અને મને ખોટી રીતે ફસાવવામાં આવી રહેલ છે. જો કે ઉમેશ પરમારે પણ જયંતિ ભાનુશાળીનાં ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે.Recent Story

Popular Story