bhagwant mann warns punjabi singers not to promote gun and gangster culture in songs
ચેતવણી /
હવે ગીતોમાં ગન કે ગેંગસ્ટર નહીં ચાલે: જુઓ કયા મુખ્યમંત્રીએ આપી કાર્યવાહીની ચેતવણી
Team VTV10:52 AM, 13 May 22
| Updated: 10:53 AM, 13 May 22
પંજાબમાં ગીતોનાં માધ્યમથી ગન અને ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહિત કરવા પર સીએમ ભગવંત માને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જાણો વિગતવાર
પંજાબમાં ગીતોમાં ગન અને ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહિત કરવા પર થશે કાર્યવાહી
સીએમ ભગવંત માનનો આદેશ
પંજાબ, પંજાબી અને પંજાબિયતનું સન્માન કરો - ભગવંત માન
પંજાબમાં ગીતોમાં ગન અને ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહિત કરવા પર થશે કાર્યવાહી
પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને પંજાબી ગીતોમાં 'ગન કલ્ચર' અને 'ગેંગસ્ટર કલ્ચર'નાં પ્રોત્સાહન પર કડકાઈ બતાવી છે. સીએમએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ ગીતમાં ગન કલ્ચર અને ગેંગસ્ટર કલ્ચરને સ્વીકારવામાં આવશે નહીં. આવું કરવા પર કડક કાર્યવાહી સિંગર્સ સામે કરવામાં આવશે.
પંજાબી ગીતોમાં મોટેભાગે ગન અને ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેનાં પર ભગવંત માને આપત્તિ જતાવી છે. તેમણે પંજાબી સિંગર્સને ચેતવણી આપતા કહ્યું છે કે આ બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપવાનું બંધ કરવામાં આવે. સાથે જ કહ્યું કે ગીતોનાં માધ્યમથી કોઈપણ પ્રકારની ઘૃણા ફેલાવવાની કોશિશ બંધ કરવામાં આવે.
પંજાબ, પંજાબી અને પંજાબિયતનું સન્માન કરો - ભગવંત માન
સીએમ ભગવંત માને સિંગર્સને અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાના ગીતોમાં પંજાબ, પંજાબી અને પંજાબિયતનું સન્માન કરે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, આવા સિંગર્સ પર કડક કાર્યવાહી થશે, જે પોતાના ગીતોનાં માધ્યમથી હિંસાને પ્રોત્સાહિત કરે છે. તેમણે જણાવ્યું કે આ પહેલા આ પ્રકારના સિંગર્સને ચેતવણી આપવામાં આવશે અને જો તેને સ્વીકારવામાં આવશે નહીં, તો તેમની સામે સરકાર કડક કાર્યવાહી કરશે.
પૂર્વ સીએમ અમરિંદર પણ વિરોધ કરતા હતા
જણાવી દઈએ કે ગયા વર્ષે પૂર્વ સીએમ અમરિંદર સિંહે એક પંજાબી સિંગરનાં અરેસ્ટનું સમર્થન કર્યું હતું, જે પોતાના ગીતોમાં ગન અને ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહન આપતો હતો.