bhagwant mann Cabinet will be formed on Saturday at 11 am.
પંજાબ /
CM ભગવંત માને પત્તા ખોલ્યા! આ 10 ધારાસભ્યો પર કર્યો વિશ્વાસ, આવતીકાલે મંત્રી પદના લેશે શપથ
Team VTV09:31 PM, 18 Mar 22
| Updated: 10:48 PM, 18 Mar 22
પંજાબમાં નવી સરકારે પોતાનું કામ શરૂ કરી દીધું છે અને તમામ સરકારી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. જેની વચ્ચે શનિવારે સવારે 11 વાગ્યે ભગવંત માન કેબિનેટની રચના કરવામાં આવશે.
પંજાબમાં શનિવારે કેબિનેટની થશે રચના
માનની સરકારમાં 10 મંત્રીઓ થશે સામેલ
પંજાબની ચૂંટણીમાં AAPએ 92 બેઠકો જીતી
રાજ્યપાલ શપથ લેવડાવશે
પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સમાવિષ્ટ મંત્રીઓને શપથ લેવડાવશે. જણાવી દઈએ કે ભગવંત માન કેબિનેટમાં 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
पंजाब का नया मंत्रिमंडल कल शपथ ग्रहण करेगा। पंजाब की AAP सरकार में होने वाले सभी मंत्रियों को बहुत-बहुत शुभकामनाएँ।
पंजाब की जनता ने हम सबको बहुत बड़ी ज़िम्मेदारी दी है, हमें दिन-रात मेहनत कर लोगों की सेवा करनी है, पंजाब को एक ईमानदार सरकार देनी है। हमें रंगला पंजाब बनाना है। pic.twitter.com/Z5wDmD9Zpg
તમને જણાવી દઈએ કે 16 માર્ચે આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને પંજાબના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજ્યના SBS (શહીદ ભગત સિંહ) નગર જિલ્લામાં શહીદ ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે આયોજિત સમારોહમાં ભગવંત માનને શપથ લેવડાવ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીએ ત્રણ દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું હતું.
AAPએ પંજાબની ચૂંટણીમાં 117માંથી 92 બેઠકો જીતી
ઉલ્લેખનીય છે કે પંજાબ ચૂંટણીમાં AAPએ 117માંથી 92 સીટો જીતી હતી. આ પછી પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવી અને ભગવંત માને રાજ્યની કમાન સંભાળી.