જુઓ Video ભાદર નદીનો પુલ થયો ધરાશાઇ, રસ્તો કરાયો બંધ

By : admin 11:06 PM, 22 July 2017 | Updated : 11:06 PM, 22 July 2017
બોટાદઃ નાના છૈયડા ગામ પાસે આવેલ ભાદર નદીનો પુલ ભારે વરસાદના પગલે ધરાશાઇ થયો છે. પુલ ધરાશાઇ થતાં રસ્તો બંધ કરાયો હતો. જેને લઇને વાહન ચાલકો પરેશાન થયા હતા. સુરેદ્રનગરને બોટાદ સાથે જોડતો રસ્તો બંધ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પુલ ધરાશાઇ થતાં સુરેદ્રનગર તરફ જતો રસ્તો બંધ કરવામાં આવેલ છે. તેમજ પાળીયાદથી સાયલા, સુરેન્દ્રનગર  લોકોને જવા માટે હાલ 25 થી 30 કિલોમીટર અન્ય ગામડાઓ ફરીને જવું પડશે. ત્યારે હાલ ઉપરવાસમાં વધુ પડતા વરસાદના કારણે પુલ તૂટતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. 
Recent Story

Popular Story