ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફલો થયો. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમ દોઢ ફૂટ ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમમાં હજુ પણ નવા નીરની આવક ચાલું છે. ડેમમાં 6 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ભાદર-2 ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખોલી દેવાયા છે. ડેમ ઓવરફ્લો થતા 37 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને ડેમની નીચેના વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી દેવાઇ છે.