સોશિયલ મીડિયા પર પૂજા શર્મા નામની યુવતીએ દમણના યુવકની સાથે મીઠી મીઠી વાતો કરી તેને મોહજાળમાં ફસાવ્યો અને રૂપિયા માટે કર્યો બ્લેક મેલ
અંગત માહિતી શેર કરતા ધ્યાન રાખો
યુવકે યુવતીની ડમી આઇડી બનાવી કર્યુ બ્લેકમેલ
આરોપી જમશેદ રુસ્તમ ખાનની ધરપકડ
દમણમાં નાની દમણ વિસ્તારમાં એક યુવકને થોડા દિવસ અગાઉ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પૂજા શર્મા નામની એક યુવતીના નામથી facebook ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ખૂબસૂરત પ્રોફાઈલ ફોટો ધરાવતા પૂજા શર્મા નામની યુવતીની ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ યુવકે સ્વીકારી અને ત્યાર બાદ યુવકને પૂજા શર્મા નામની કથિત યુવતી સાથે મેસેન્જર પર ચેટિંગની શરૂઆત થઈ. પૂજા શર્મા નામની યુવતીએ દમણના યુવકની સાથે મીઠી મીઠી વાતો કરી. તેને મોહજાળમાં ફસાવ્યો હતો.
આ ફેસબુક ફ્રેન્ડ એ દમણના યુવક પાસે તેનો whatsapp મોબાઈલ નંબર માંગ્યો આથી દમણના યુવકે લાલચમાં ફસાઈ ભોળાભાવે એ યુવતીને પોતાનો whatsapp નંબર આપ્યો હતો. નંબર આપ્યા બાદ થોડા જ સમયમાં યુવકના whatsapp પર વિડીયો કોલ આવ્યો અને સામે એક યુવતી તેની સાથે અશ્લીલ હરકતો કરતી દેખાઈ હતી. આથી વિડિયો કોલ પર એક યુવતી અશ્લીલ હરકત કરતી હોવાનું દેખતા જ યુવક જાળમાં ફંસાઈ ગયો હતો.
યુવતીનું વીડિયોકોલમાં યુવક સાથે અશ્લિલ ચેટિંગ
યુવતીએ દમણના યુવકને પણ પોતાના કપડા ઉતારવાનું કહ્યું હતું. યુવતીના જાળમાં ફંસાઈ દમણના યુવકે પણ whatsapp પર વિડીયો કોલમાં કપડા ઉતારીને અશ્લિલ વાત શરૂ કરી હતી. પણ યુવકને ખબર નહોતી કે, તેની આ હરકત તેને મોંઘી પડશે. અશ્લિલ ચેટિંગના થોડા દિવસ પછી યુવકના મોબાઈલ પર એક વિડિયો આવ્યો હતો. આ વીડિયો જોઈને યુવકની હવે આંખ ખુલી ગઈ હતી. જે પૂજા શર્મા નામની યુવતી સાથે વિડીયો કોલ પર યુવકે કપડા ઉતારી પોતાની મોજ શોખ કરી હતી. તે વીડિયો કોલ રેકોર્ડ થઈ ગયો હતો. અને હવે આ યુવતી વીડિયો દેખાડીને યુવકને બ્લેક મેઈલ કરી રહી હતી. સાથે એકાઉન્ટમાં પૈસા નાખવાનું પણ કહી રહી હતી. અને જો યુવક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર નહીં કરે તો, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
યુવકનો બીભસ્ત વીડિયો મોકલી મસ્ત મોટી રકમની માંગણી કરાઈ
ફેસબૂક અને ઇન્સ્ટગ્રામ જેવા અન્ય સોશિયલ મીડિયામાં માત્ર યુવતીઓ જ બ્લેકમેલીંગનો શિકાર બનતી નથી. પરંતુ હવે યુવકો માટે પણ લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં યુવકો પણ બ્લેકમેલીંગનો શિકાર બની રહ્યા છે. આ કેસમાં દમણ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 27મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી દમણ પોલીસે આ ગેંગે આચરેલા અનેક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.