બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધારે ખાંડ ખાનારા ચેતી જજો! નહીંતર જલ્દી-જલ્દી ઘડપણ આવશે, જાણો નુકસાન
Last Updated: 02:38 PM, 3 August 2024
ખાંડ ખાવાથી આપણા સ્વાસ્થ્યને એક યા બીજી રીતે નુકસાન થાય છે એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. હાલ જ ખાંડ ખાવાને કારણે શું નુકસાન થાય છે તેના પર એક સ્ટડી કરવામાં આવી હતી. તેમ સામે આવ્યું હતું કે વધુ પડતી ખાંડ ખાવાથી આપણી ઉંમર ઝડપી થાય છે.
ADVERTISEMENT
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ખાંડ ખાવાથી આપણા શરીરમાં વૃદ્ધત્વ દેખાવવા લાગે છે, પછી ભલે આપણો બાકીનો ખોરાક તંદુરસ્ત કેમ ન હોય. આ જ કારણ છે કે કેટલાક લોકો અન્ય કરતા વધુ ઝડપથી અથવા ધીમેથી વૃદ્ધ થાય છે. સાથે જ એવું જાણવા મળ્યું હતું કે જે લોકો વધુ પડતી ખાંડ ખાય છે તેમના કોષો જૂના થાય છે અને આ રીતે સ્ટડી સમજવામાં મદદ મળે છે કે શા માટે લોકો ઝડપથી વૃદ્ધ થાય છે.
ADVERTISEMENT
સ્ટડીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા કોષોમાં "બાયોલોજિકલ ક્લોક" નામની એક વસ્તુ હોય છે જે આપણી ઉંમરનો ખ્યાલ રાખે છે. આ ક્લોક માત્ર વર્ષોની ગણતરી કરતી નથી. તેના બદલે, તે એ પણ જુએ છે કે સમય સાથે કોષોમાં કેવી રીતે ફેરફાર થાય છે. આ માપવા માટે, વૈજ્ઞાનિકો "એપિજેનેટિક ઘડિયાળ" તરીકે ઓળખાતી વસ્તુનો ઉપયોગ કરે છે. આ ઘડિયાળ આપણા ડીએનએમાં ફેરફારોની તપાસ કરે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, એપિજેનેટિક ઘડિયાળ વૈજ્ઞાનિકોને એ શોધવામાં મદદ કરે છે કે આપણા કોષો કેટલા જૂના છે અને તે આપણા આહાર જેવા વિવિધ પરિબળોથી કેવી રીતે પ્રભાવિત થાય છે. અને આ સ્ટડીમાં એમ કહેવામાં આવ્યું છે કે વધુ પડતી ખાંડ ખાવાથી આ "બાયોલોજિકલ ક્લોક"ની ઝડપ વધી શકે છે, જેના કારણે આપણા કોષો જૂના દેખાય છે.
સાથે જ એમ પણ સામે આવ્યું છે કે દરરોજ માત્ર 10 ગ્રામ એડેડ શુગર ઓછી કરવાથી "બાયોલોજિકલ ક્લોક" 2.4 મહિના પાછળ સેટ થઈ શકે છે. આ સાથે જ સ્ત્રીઓ માટે દરરોજ લગભગ 25 ગ્રામ અને પુરુષો માટે 36 ગ્રામ ઉમેરવામાં આવેલી ખાંડને મર્યાદિત કરવાની સલાહ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT