બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / OTP આપનારા સાવધાન, અહીં કરો ફરિયાદ, તો વધી જશે ગયેલા રૂપિયા પરત આવવાના ચાન્સિસ!
Last Updated: 06:51 PM, 15 January 2025
આજકાલ સાયબર ક્રિમીનલ OTP (વન ટાઈમ પાસવર્ડ)નો ઉપયોગ કરીને લોકોને છેતરતા હોય છે. તેઓ લોકો પાસેથી OTP લઈને બેંક ખાતામાંથી પૈસા ઉઠાવી લે છે. પરંતુ સવાલ એ થાય છે કે, આ ફક્ત ખાતાધારકની ભૂલ કહેવાય, કે પછી બેંકની પણ કોઈ જવાબદારી હોય છે? આ સવાલનો જવાબ જાણવાનો આપણે પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
સાયબર અપરાધીઓ જ્યારે OTP દ્વારા છેતરપિંડી કરે છે ત્યારે સૌ પહેલા બેંક તરફથી ડેટા બ્રીચ (માહિતીની ચોરી) થાય છે. ગુનેગારો પાસે પહેલાથી જ લોકોની પર્સનલ ડેટા હોય છે, જેના કારણે તેમને છેતરપિંડી કરવી ઈઝી બને છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન મુજબ જો બેંકની બેદરકારીને કારણે આવું થાય છે, તો બેંક તેના માટે જવાબદાર રહેશે અને બેંકે ખાતાધારકને પૈસા પરત કરવા પડશે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થયો છે. NCRBના ડેટા મુજબ કોવિડ પહેલા દરરોજ 500-700 સાયબર ક્રાઇમના કેસ નોંધાતા હતા, પરંતુ હવે તે સંખ્યા વધીને 30,000 થી 40,000 થઈ છે.
તમારી સાથે સાયબર ફ્રોડ થયું હોય તો સૌ પહેલા તમારે તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા બાદ પણ 99 ટકા કેસોમાં પૈસા પરત મળતા નથી. જો તમે છેતરપિંડીના અડધા કલાક કે એક કલાકની અંદર ફરિયાદ કરાવો છો તો તમારા પૈસા પરત મળવાની શક્યતા વધી જાય છે. એના માટે તમે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરી શકો છો અથવા cybercrime.gov.in પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન કોઈપણ શંકાસ્પદ બેંક ખાતાને 48 કલાક માટે ફ્રીઝ કરી શકે છે. તેનાથી છેતરપિંડી કરાયેલા પૈસા બ્લોક કરી શકાય છે જેનાથી પૈસા પરત મળવાની શક્યતા રહે.
આથી તમારે કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય બાળકોએ ઓનલાઈન ગેમ્સ રમતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ, તેમના કારણે પણ સાયબર છેતરપિંડીનો ભોગ બની શકાય છે. ઓનલાઈન ગેમિંગ દરમિયાન સાયબર હેકર્સ બાળકો દ્વારા છેતરપિંડી કરતા હોય છે. સાયબર ગુનાથી બચવા માટે જાગરૂકતા જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.