બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:43 AM, 4 March 2023
ADVERTISEMENT
ખૂબ વધારે તાવ અને લાંબા સમય સુધી ખાંસીથી પરેશાન છો તો સતર્ક થઈ જાઓ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પુષ્ટિ કરી છે કે દેશમાં ઝડપથી વધી રહેલા તાવ અને ખાંસીના પ્રકોપ ઈન્ફ્લુએન્ઝા Aના H3N2 વાયરસના કારણે છે. આઈસીએમઆર અનુસાર, H3N2 અન્ય વાયરસની તુલનામાં વધારે પ્રભાવી છે.
તેનાથી પીડિત લોકો ઝડપથી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ICMR દેશભરમાં પોતાના વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝના નેટવર્ક દ્વારા વાયરસથી થતી બિમારીઓ પર સતત નજર રાખે છે.
ADVERTISEMENT
H3N2ના કેસમાં વધારાની શંકા
આઈસીએમઆરમાં મહામારી વિજ્ઞાનની પ્રમુખ ડૉ. નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું કે ગયા વર્ષે 15 ડિસેમ્બરથી હવે 30 વીઆરડીએલએસના ડેટાએ ઈન્ફ્લુએન્ઝા એ H3N2ના કેસની સંખ્યામાં વધારાની સુચના આપી છે.
ડૉ ગુપ્તાએ જણાવ્યું કે માર્ચના છેલ્લા અથવા એપ્રિલના પહેલા અઠવાડિયાથી વાયરસની અસર ઓછી થવાની આશંકા છે. કારણ કે તાપમાન વધવાની શરૂ થઈ જશે. એક્સપર્ટ અનુસાર વાયરસથી પીડિત પેશન્ટ્સને એન્ટિબાયોટિકના વધારે ઉપયોગથી બચાવવા જોઈએ અને ડોક્ટરના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે.
શું છે લક્ષણ?
ICMRના અનુસાર, હોસ્પિટલમાં દાખલ H3N2 વાળા દર્દીઓમાં 92 ટકા દર્દીઓ તાવ, 86 ટકા ખાંસી, 27 ટકા શ્વાસ ફૂલવા, 16 ટકાને ઘભરામણની સમસ્યા હતા. તેનાથી વધારે ICMRની દેખરેખમાં જાણવા મળ્યું કે કઈ રીતે 16 ટકા રોગીઓને નિમોનિયા હતો અને 6 ટકાને દોરા પડ્યા હતા.
આઈસીએમઆરના અનુસાર, "H3N2 વાયરસથી પીડિત ગંભીર દર્દીઓમાં લગભગ 10 ટકા રોગીઓને ઓક્સીઝનની જરૂર હતી અને 7 ટકાને ICU દેખરેખની જરૂર હતી."
શું કહે છે એક્સપર્ટ
ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, ગુડગામમાં ઈન્ટરનલ મેડિસિનના નિર્દેશક ડૉ. સતીશ કોલે જણાવ્યું કે H3N2 અન્ય ઈન્ફ્લુએન્ઝા વાયરસની તુલનામાં વધારે ગંભીર લક્ષણ વાળું છે. જોકે આ એક નવો વાયરસ નથી. આ દશકોથી રહેલો છે. તેમણે કહ્યું કે આ વાયરસ 1968માં હોંગકોંગમાં મોટા પાયે મહામારીનું કારણ બન્યો હતો.
તેમણે શેર કર્યું કે આ વાયરસથી પીડિત દર્દીઓને હંમેશા ઠંડી લાગવાથી સાથે તાવ આવવાની શરૂઆત થઈ જાય છે અને સતત ખાંસી થાય છે. જે ઘણા દિવસો સુધી રહે છે.
મેક્સ સાકેતમાં કામકરતા ડોક્ટર રોમેલ ટિક્કૂએ કહ્યું કે પાછલા ઘણા મહિનાઓથી તેમની પાસે તાવ અને ખાંસીના દર્દીઓ વધી રહ્યા છે. ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે. તેમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.