બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / ફોનમાં ફિનટેક અને બેંકિંગ એપ્સ ડાઉનલોડ હોય તો ચેતજો! સામે આવ્યો સૌથી મોટો અંગત ખતરો
Last Updated: 03:12 PM, 2 August 2024
સ્માર્ટફોનમાં આપણે અનેક એપ્સ ડાઉનલોડ કરીને રાખીએ છીએ. આ એપ્સ વગર ફોન પણ અધૂરો લાગે છે. જ્યારે આપણે એપ્સ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે કેટલીક પરમિશન માંગવામાં આવે છે.જેમાં મેસેજ, ફોટો, કોન્ટેક્ટ્સ, માઈક્રોફોન, લોકેશન જેવી પરમિશન સામેલ હોય છે. પરંતુ આ આપણી પ્રાઈવેશીને લઇ ગંભીર બાબત છે. કેમ કે, આ એપ્સ આપણી પ્રાઇવેટ બાબતોને જાણી જાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : એપલ લવરની આતૂરતાનો અંત! iPhone 16ની ડમી ડિઝાઇન વાયરલ, પાંચ કલરમાં લોન્ચની તૈયારી
RBIના એક રિપોર્ટમાં આ અંગે એક ગંભીર ખુલાસો થયો છે. જેમાં કહેવાયું છે કે, ભારતમાં 70 ટકાથી પણ વધુ ફિનટેક અને બેંકિંગ એપ તેમના યુઝર્સની પ્રાઇવેટ જાણકારી સુધી પહોંચી જાય છે. RBIના એનાલિસિસમાં આ જાણકારી સામે આવી છે.
ADVERTISEMENT
RBI મુજબ, ગૂગલ પ્લે સ્ટોર પર 339 જેટલી ફિનટેક અને બેન્કિંગ એપ લિસ્ટેડ છે. જેને 2023-24ના રિપોર્ટમાં RBI દ્વારા સેન્સેટિવ જાહેર કરાઈ છે. રિપોર્ટ મુજબ આ બધી એપ્સમાંથી 73 ટકા એપ લોકોનું લોકેશન ટ્રેક કરે છે. ત્રણ ચતુર્થાંઉંસ જેટલી એપ લોકોના સ્ટોરેજ, ફોટો, મીડિયા, ફાઈલ જેવા ડેટાની જાણકારી મેળવી છે.
આ એપ્લિકેશન્સ દ્વારા વપરાશકર્તાને ટ્રેક કરવામાં આવે છે. મતલબ કે, યુઝર્સ જ્યાં જ્યાં જાય તેની માહિતી તે રાખે છે. આ રિપોર્ટમાં મોબાઈલ વોલેટને સૌથી સેન્સેટિવ પરમિશન માનવામાં આવી છે. જેમાં ફિનટેક એપ આ પરમિશનનો ઉપયોગ કરીને પેમેન્ટ સર્વિસને પણ રીકમન્ડેશન કરી શકે છે. આથી આ રિપોર્ટ આપણી પ્રાઈવેશીને લઇ ચિંતા પેદા કરે તેવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.