બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ટ્રાફિક ઈ-મેમોના નામે ફોન આવે તો સાવધાન! લાઈસન્સ રદ કરવાની ધમકી આપી લોકો સાથે છેતરપિંડી
Last Updated: 10:11 PM, 21 June 2024
ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમની ઘટનામાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પોલીસ લોકોને જાગૃત કરવા અલગ અલગ સેમીનારો અને કાર્યક્રમો યોજે છે તેમ છતાં પણ અભણ કરતા ભણેલા ગણેલા લોકો આ સાયબર ફ્રોડનો શિકાર બને છે. ત્યારે સુરતમાં ઈ ચલણના નામે ફ્રોડ થયું છે.
ADVERTISEMENT
ઈ ચલણના નામે ફ્રોડ
ADVERTISEMENT
સુરત ટ્રાફિક વિભાગની ઓફિસ માંથી બોલું છું તેમ કહીને ભોગ બનનારને તમારા નામે અલગ અલગ વિસ્તારના પાંચ ઈ ચલણ ઈસ્યુ થયા છે તેમ જણાવ્યું હતું. જો તમે તાત્કાલિક ઈ-ચલણ દંડ નહીં ભરો તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે તેમ કહી વ્યક્તિએ ક્યુઆર કોડ મોકલ્યો હતો. જે ક્યુઆર કોડમાં ભોગ બનનારે દંડની રકમની ભરપાઈ કરી હતી. રકમ ટ્રન્સફર કર્યા બાદ ભોગ બનનારને તેની સાથે ફ્રોડ થયું હોવાની જાણ થઈ હતી.
વાંચવા જેવું: સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ, જુઓ વીડિયો
વાંચવા જેવું: સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ, જુઓ વીડિયો
ટ્રાફિક ડીસીપીએ શું કહ્યું ?
આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારનો કોલ કરવામાં આવતો નથી. ટ્રાફિક પોલીસ જે તે વ્યક્તિને મોબાઈલ ઉપર મેસેજ આપે છે અને દંડ ભરવા માટે ઓફલાઈન અને ઓનલાઇન સિસ્ટમ છે. જો કોઈ વ્યક્તિને આ રીતે ફોન આવે તો તે વ્યક્તિએ તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.