બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:46 PM, 11 January 2025
પેલું કહેવાય છે ને કે 'રામ રાખે તેને કોણ ચાખે' આ વાક્ય તમિલનાડુના પાદુકોટ્ટાઈમાં સાચું પડ્યું છે. અહીં એક એવી ચમત્કારિક ઘટના બની જેણે બધાને અચંબિત કરી દીધા. એક માણસને એક વિચિત્ર અને ખતરનાક સ્થિતિમાંથી બચ્યો, જ્યાં તેનો જીવ પણ જઈ શકતો હતો. પરંતુ નસીબે તેને સાથ આપ્યો અને તેને બચાવી લીધો. જુઓ વિડીયો.
ADVERTISEMENT
पदुकोट्टई तमिलनाडु की घटना
— Bhaskar Mishra (@Bhaskar_m11) January 6, 2025
इसे कहते है भाग्य..! 🚩🚩 pic.twitter.com/1YNgKenomu
બે બસો વચ્ચે આવ્યો વ્યક્તિ
ADVERTISEMENT
વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ઝડપથી એક બસ આવી રહી હતી અને એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યો હતો અને જેવી બસ નજીક આવી તેવો તે રસ્તાના કિનારા તરફ બસથી બચવા માટે ભગવા લાગે છે. જોકે આ દરમિયાન તે વ્યક્તિ બંને બસોની વચ્ચે ફસાઈ જાય છે અને પડી જાય છે. બસ તેની ઉપરથી ચાલી જાય છે, પરંતુ અહીં વિચિત્ર વાત એ છે કે તે વ્યક્તિ એકદમ સુરક્ષિત રહે છે અને બસ જતી રહ્યા બાદ તરત ઊભો થઈ જાય છે. આ ઘટનામાં કોઈ પણ ઇજા નથી થતી, તેથી એક ચમત્કારિક ઘટના માની શકાય છે.
વધુ વાંચો: આ છે દુનિયાના સૌથી ખુશ દેશો, ભારત કરતાં પાકિસ્તાનની રેન્ક વધારે, UNના રિપોર્ટથી સમજો
વિડીયો જોઈને રૂવાટા ઊભા થઈ જશે
વાયરલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાસ્કર મિશ્રાના નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું, 'પાદુકોટ્ટાઈ તમિલનાડુની ઘટના, અને કહે છે નસીબ.. ' વિડીયો હજુ સુધી 4500 થી વધારે વાર જોવાયો છે. ત્યારે ઘણા લોકોએ લાઈક પણ કરી છે. વિડીયો જોઈને યુઝર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, 'આ ઘટના માત્ર ભાગ્ય કે ચમત્કાર નથી, પરંતુ એક પ્રકારની અપ્રત્યાશીત મદદનું પરિણામ હતું.' ત્યારે એકે લખ્યું, 'માંડ માંડ બચ્યો'. જોકે, આ વિડીયો એવા લોકો માટે એક સંદેશ છે જેઓ માને છે કે જીવનમાં ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે, અને ગમે ત્યારે કોઈ પણ વિચિત્ર અને અશક્ય રસ્તો આવી શકે છે, જેના દ્વારા આપણે આપણા જીવન બચાવી શકીએ છીએ. તે આપણને એ પણ શીખવે છે કે આપણે આપણી સલામતી પ્રત્યે સાવધાન રહેવું જોઈએ, કારણ કે ગમે ત્યારે કંઈક અણધાર્યું બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT