Between dating news Babitaji and Tappu's photo goes viral
TMKOC /
ડેટિંગની ખબરો વચ્ચે બબીતાજી અને ટપ્પુનો હાથમાં હાથ નાંખેલો ફોટો વાયરલ
Team VTV03:05 PM, 24 Oct 21
| Updated: 03:11 PM, 24 Oct 21
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં બબીતા જીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા જેઠાલાલના પુત્ર 'ટપ્પુ' એટલે કે અભિનેતા રાજ અનદકટ સાથે અફેરના કારણે ચર્ચામાં છે.
તારક મહેતાની મુનમુન દત્તા અને રાજ અનદકટ ફોટો વાયરલ
ટપ્પુનો હાથમાં હાથ નખેલી જોવા મળી બબીતાજી
ડેટિંગ સમાચારને ગણાવ્યા ખોટા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો માનો એક છે. આ શો તેની સિમ્પલ અને સ્વીટ સ્ટોરીને કારણે ઘણો પોપ્યુલર થઈ ગયો છે. શોના મેકર્સ દર્શકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતા નથી. શોની સ્ટારકાસ્ટ પણ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. ત્યારે બબીતાજીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા જેઠાલાલના પુત્ર 'ટપ્પુ' એટલે કે અભિનેતા રાજ અનદકટનો એક ખાસ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
રાજનો હાથ પકડીની મુનમુનનો ફોટો થયો વાયરલ
થોડા સમય પહેલા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના બે પોપ્યુલર કેરેક્ટર મુનમુન દત્તા અને રાજ અનદકટની ડેટિંગના સમાચાર ખૂબ વાયરલ થયા હતા. પરંતુ બંનેએ આ અહેવાલોને ખોટા સાબિત કર્યા હતા. ડેટિંગના સમાચાર વચ્ચે, મુનમુન દત્તા અને રાજ અનદકટનો નવો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ફોટોમાં મુનમુન રાજનો હાથ પકડેલી જોવા મળી રહી છે. ફોટામાં મુનમુન પ્રિન્ટેડ શર્ટ અને વ્હાઇટ જીન્સ પહેરેલ જોવા મળી રહ્યા છે. ખુલ્લા વાળ અને લાઇટ મેક-અપમાં અભિનેત્રી હંમેશની જેમ સ્ટનિંગ દેખાઈ રહી છે. રાજ એક હૂડીમાં જોવા મળી રહ્યો છે. બંનેના ચહેરા પર સ્માઇલ છે, જેને જોઈને બંનેની ખુશીનો અંદાજ લગાવી શકાય છે.
રાજ સાથે ડેટિંગના સમાચારને મુનમુન દત્તાએ જણાવ્યા હતા ખોટા
મુનમુન દત્તાએ તાજેતરમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના' કો-સ્ટાર રાજ અનદકટને ડેટ કરવાની વાતને ખોટી સાબિત કરી હતી. . ડેટિંગ વિશે અફવાઓ ફેલાવનારાઓની અને ટ્રોલ્સની નિંદા કરવા માટે એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક મોટી પોસ્ટ લખી હતી.