બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બેટ દ્વારકા જનારા ભક્તો માટે ખુશખબર, બંધ મંદિરને લઇને લેવાયો મહત્વનો નિર્ણય
Last Updated: 04:55 PM, 14 January 2025
બેટ દ્વારકા મંદિરને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે.. મેગા ડિમોલેશનને ધ્યાને લઇ બેટ દ્વારકા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આજ બપોર પછીથી બેટ દ્વારકા મુખ્ય મંદિર ભકતો માટે ખુલ્લું મુકાયું. સતત 4 દિવસથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું . આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી.
ADVERTISEMENT
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જેમાં બેટ દ્વારકાના બાલાપર ગામે તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી ગેરકાયેસર બાંધકામો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી તો ત્રીજા દિવસે ઓખા ખાતે આવેલ જૂના ધાર્મિક સ્થળ પર બુલ ડોઝર ચાલ્યું હતું. જેમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી વહેલી સવારે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પરના ધાર્મિક સ્થળ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.
જે જમીન ખુલ્લી કરવામાં આવી તેની અંદાજિત કિંમત 19 કરોડ રૂપિયાથીથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.