અત્યારે ડોક્ટર, ડાયટિશિયન અને હેલ્થ એક્સપર્ટ બધાંને પૂરતાં પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. એવામાં તમારી બોટલને સાફ રાખવા શું કરવું જાણી લો.
શરીરને હેલ્ધી રાખવા પૂરતા પ્રમાણમાં પાણી પીવું છે જરૂરી
બોટલમાં પાણી પીતા લોકો સાવધાન
બોટલને બરાબર સાફ નહીં કરો તો થશે રોગો
જે બોટલમાં પાણી ભરીએ છે તેને જો સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાવ લાગે છે. જેના કારણે ઘણીવાર બોટલમાંથી અજીબ સ્મેલ પણ આવે છે. જો પાણીની બોટલને સાફ ન કરવામાં આવે તો આ બેક્ટેરિયા પેટમાં જાય છે અને તેના કારણે બીમારીઓનો ખતરો પણ વધી શકે છે. આ સાથે જ ગમે તેની બોટલમાં મોં લગાવીને પાણી પીવું નહી, તેનાથી તેની બોટલના બેક્ટેરિયા પણ તમારા પેટમાં જઈ શકે છે. બોટલને હમેશાં સાફ અને ચોખ્ખી રાખવી જોઈએ.
આ રીતે સાફ કરો પાણીની બોટલ
સ્ટેનલેસ સ્ટીલની બોટલ
લાંબા સમય સુધી બોટલનો ઉપયોગ કરવાથી તેમાં બેક્ટેરિયા અને જર્મ્સ ઉત્પન્ન થવા લાગે છે. બહારથી ભલે તમારી બોટલ સાફ દેખાતી હોય પણ અંદરથી તેમાં ચિકાશ જામી જાય છે અને તે ગંદી થતી જાય છે. જેથી રોજ ઘરે આવ્યા બાદ બોટલમાં 2 ચમચી વિનેગર અને થોડું પાણી નાખી બરાબર હલાવવું અને પછી બ્રશથી સાફ કરવી. ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખીને ફરી હલાવવું. આ રીતે તમારી સ્ટીલની બોટલ એકદમ સાફ થઈ જશે.
લીંબુ
તમારી બોટલમાં અડધી બોટલ પાણી ભરીને તેમાં 1 લીંબુના નાના કટકા કરીને પાણીમાં નાખી દો. પછી તેમાં 1 ચમચી મીઠું નાખી દો. હવે બોટલને બરાબર હલાવીને મૂકી દો. 2 કલાક બાદ આ પાણી ફેંકી દો. આનાથી તમારી બોટલ અંદરથી એકદમ સાફ થઈ જશે અને દુર્ગંધ પણ જતી રહેશે. સપ્તાહમાં એકવાર આ રીતે તમારી બોટલ અવશ્ય સાફ કરવી.
પ્લાસ્ટિકની બોટલ
પ્લાસ્ટિકની પાણીની બોટલમાં સૌથી વધારે બેક્ટેરિયા હોય છે. પ્લાસ્ટિકની બોટલ વાપરતા હો તો તેમાં થોડી વધુ સાવધાની રાખવી જરૂરી છે. તેને સાફ કરવા માટે સૌથી પહેલાં બોટલમાં થોડું પાણી ભરી તેમાં લિક્વિડ ડિશ વોશરના 2-3 ટીપાં નાખી બરાબર હલાવીને તે પાણી ફેંકી દો. જેથી બોટલમાંથી આવતી સ્મેલ દૂર થશે. હવે બોટલમાં થોડું બીજું પાણી નાખીને તેમાં 1 ચમચી બેકિંગ સોડા નાખીને 2-3 કલાક મૂકી દો. પછી ફરી હલાવીને બોટલ સાફ કરી લો. આવું કરવાથી તમારી પ્લાસ્ટિકની બોટલ ચોખ્ખી અને બેક્ટેરિયા મુક્ત થઈ જશે.
કાંચની બોટલ
કાંચની બોટલ સાફ કરવા માટે નવશેકાં પાણીનો ઉપયોગ કરવો. તમે તેમાં લિક્વિડ ડિશ વોશરના 2-3 ટીપાં પણ નાખી શકો છો. પછી પાણી નાખી બરાબર હલાવવું અને છેલ્લે બ્રશ પણ ફેરવી શકો છો. પણ કાંચની બોટલ ધોવામાં સાવધાની રાખવી.