એક નાનકડું લીબું આપી શકે છે હજારો સમસ્યાનો ઉકેલ, આ રીતે કરો ઉપયોગ

By : juhiparikh 05:58 PM, 13 June 2018 | Updated : 05:58 PM, 13 June 2018
લીંબુના રસનો ઉપયોગ કર્યા પછી તેની છાલ ફેંકવાની જગ્યાએ ઘરના નાના-નાના કામમાં તેનો ઉપયોગ કરી શકાય છે. એવી જ રીતે તેના બીનો પણ કેટલીય રીતે ઉપયોગ કરી શકાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ લીંબુના એવા જ 10 ઉપયોગ વિશે...

લીંબુની છાલને ફ્રિઝમાં રાખવાથી દુર્ગંધ નથી આવતી, આ ફૂડની દુર્ગંધને દૂર કરે છે.

લીંબુની છાલ થોડી વાર જૂતા પર રગડો અને પછી તડકે સૂકવી દો, જૂતા ચમકી જશે.

દાંતની પીળાશ દૂર કરવા માટે લીબુંની છાલને થોડી વખત દાંત પર રગડો.

ઘરમાં ક્યાંય કીડીઓ વધુ થતી હોય તો લીંબુની છાલ રગડવાથી દૂર થઇ જશે.

ટી પૉટમાં લીંબુની છાલ, બરફ અને મીઠું નાખીને સાફ કરો. ટી-પૉટ ચમકી ઉઠશે.

હાથની કોણીના કાળાશ દૂર કરવા માટે લીંબુની છાલમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને રગડો.

ઝીણી સમારેલી લીંબુની છાલમાં દૂધ, ઓલિવ ઑઇલ અને લીંબુનો રસ મિક્સ કરીને પગની એડી સાફ કરો.

લીંબુના બીમાં સેલિસિક એસિડ હોય છે, તેને મર્યાદિત માત્રામાં ખાવાથી દુ:ખાવામાં આરામ મળે છે.

કપડાંમાં લાગેલા ડાઘ દૂર કરવા તેના પર લીંબુની છાલ રબ કરી આખી રાત રાખવાથી સાફ થઇ જશે

સ્કિનને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવવા લીંબુનો રસ ચહેરા પર લગાવો. તેમાં સાઇટ્રિક એસિડ અને વિટામિન C હોય છેRecent Story

Popular Story