ગુજરાતનું એકમાત્ર એવું હિલસ્ટેશન, જોતા જ રહી જશો એની સુંદરતા

By : krupamehta 04:40 PM, 17 May 2018 | Updated : 04:40 PM, 17 May 2018
ગુજરાતમાં સોમનાથ, માંડવી, દ્વારકા જેવી ધણી જગ્યાએ ફરવાલાયક છે, પરંતુ આ ઠંડીની સિઝન માટે સારા ડેસ્ટિનેશન છે. વાત ગરમીની કરીએ તો ગુજરાતમાં એક જગ્યા છે જ્યાં તમે જઇ શકો છો. આ ગુજરાતનું એક માત્ર હિલસ્ટેશન.

ગુજરાતમાં સહયાદ્રી પર્વતમાળાની વચ્ચે એક શાનદાર હિલસ્ટેશન છે. સાપુતારા. આ ડાંગ જિલ્લામાં સ્થિત છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે સમુદ્રમાં 3000 ફીટની ઊંચાઇ પર છે. ગુજરાત અને એની આસપાસના વિસ્તારોમાં આ હિલ સ્ટેશન ખૂબ જ લોકપ્રિય છે. 

અહીંનું તાપમાન ગરમીમાં વધારેમાં વધારે 32 ડિગ્રી અને ન્યૂનતમ 27 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે ઠંડી દરમિયાન વધારેમાં વધારે અને ઓછામાં ઓછું 16 ડિગ્રી સેલ્સિયસ અને 10 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ચોમાસાની સિઝનમાં અહીં વર્ષે 255 સેન્ટીમીટર વરસાદ નોંધાય ઠેય આ જ કારમ છે કે દર વર્ષે સાપુતારા મોન્સૂન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સાપુતારા પશ્વિમી ઘાટના ડાંગ જંગલ ક્ષેત્રમાં એક સપાટ વિસ્તારમાં છે. સાપુતારાનો અર્થ છે સાપોનું નિવાસસ્થાન. માનવામાં આવી રહ્યું છે કે આ સાપના નિવાસ સ્થાન પર બનેલું છે. સ્થાનિક સમુદાય હોળીના દિવસે અહીંયા સર્પગંગા નદીના કિનારે સાપના ફોટાની પૂજા કરે છે. સાપુતારા માત્ર એક હિલ સ્ટેશન જ નહીં પરંતુ એનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે. માનવામાં આવી રહ્યું છે કે ભગવાન રામે પોતાના નિર્વાસન દરમિયાન અહીંયા 11 વર્ષ પસાર કર્યા હતા. તમે ઇચ્છો છો ઓક્ટોબર મહિનામાં પણ તમે જઇ શકો છો. આમ તો જુલાઇથી લઇને સપ્ટેમ્બર સુધી જવું એક ખાસ અહેસાસ આપશે. Recent Story

Popular Story