ડાયાબિટીસ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે. લોકોની ખરાબ જીવનશૈલી, ખાન-પાનની ખોટી આદતો, બેદરકારીને કારણે આ રોગ ઝડપથી વધી રહ્યો છે. એકવાર ડાયાબિટીસ થઈ ગયા પછી ખાવા પીવામાં ધ્યાન રાખી અને કેટલાક ઉપાયો અજમાવીને તંદુરસ્ત રહી શકાય છે અને શરીરને અન્ય રોગોથી પણ બચાવી શકાય છે. આજે અમે તમને એવી જ કેટલીક મહત્વની ટિપ્સ અને ઉપાયો જણાવીશું.
ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ ટિપ્સ
શરીરને તંદુરસ્ત રાખશે આ ઉપાયો
રોગો સામે કરશે રક્ષણ
મેથી
ડાયાબિટીસના ઉપચાર માટે મેથીના દાણાનો પણ પ્રયોગ કરી શકાય છે. બજારમાં પણ દવા કંપનીઓની બનાવેલી મેથી ઉપલબ્ધ છે. રાત્રે પલાળેલી મેથીને દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો થાય છે. જો આપ મેથીના પાવડરને પાણી સાથે ફાકી જાઓ તો પણ ફાયદાકારક છે.
આંબળાનો રસ
દરરોજ બે ચમચી કડવા લીમડાનો રસ અને ચાર ચમચી કેળાના પાનનો રસ લેવાથી પણ ફાયદો થાય છે. ચાર ચમચી આંબળાનો રસ પણ ડાયાબિટીસના દર્દી માટે અક્સીર છે.
લીંબુ
ડાયાબિટીસના દર્દીઓને તરસ વધુ પ્રમાણમાં લાગે છે. વારંવાર તરસ લાગવા પર જો લીંબૂ નીચેવીને પાણી પીવામાં આવે તો તરસ સ્થાઈ રૂપે શાંત થાય છે.
કાકડી
ડાયાબિટીસના દર્દીઓએ ભૂખ હોય તેનાથી થોડું ઓછુ ભોજન ખાવું જોઈએ. તેમને વારંવાર ભૂખ લાગે છે. તેથી ખીરા ખાઈને તેમની ભૂખ શાંત કરવી જોઈએ.
ગાજર અને પાલક
ડાયાબિટીસના દર્દીઓએ ગાજર અને પાલકનો રસ પીવો જોઈએ. તેનાથી આંખની કમજોરી દુર થાય છે.
કારેલા
પ્રાચીનકાળથી કારેલા ડાયાબિટીસના દર્દીઓ માટે અક્સિર માનવામાં આવે છે. તેના સેવનથી લોહીમાં સુગરનું પ્રમાણ ઘટે છે. દરરોજ સવારે જો દર્દી કારેલાના રસનો સેવન કરે તો તેને આશ્ચર્યજનક લાભ થઈ શકે છે.
શલજમ
ડાયાબિટીસના દર્દીએ દૂધી, પરવર, પાલક, પપૈયુ વગેરેનું સેવન વધુ પ્રમાણમાં રાખવું જોઈએ. શલજમનો પ્રયોગ પણ કરવો જોઈએ. તેનાથી લોહીમાં હાજર શર્કરાનું પ્રમાણ ઘટે છે.
જાબું
ડાયાબિટીસના દર્દીઓ માટે જાબું તો સૌથી અક્સીર છે. જો કહેવામાં આવે કે ડાયાબિટીસના દર્દીમાટે સૌથી ઉત્તમ ફળ કયું તો જાબુંની તોલે કઈ જ ન આવે. તેનો રસ, ગર અને ઠડિયો પણ દર્દીઓ માટે લાભકારી છે. ઠળીયાને ક્રશ કરી તેનો પાવડર બનાવી દરરોજ ખાવાથી ફાયદો થાય છે તે સ્ટાર્ચને શર્કરામાં બદલે છે. તેનાથી મૂત્રમાં શર્કરાની માત્રા ઓછી થાય છે.