બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / best smartphones under 10000 rupees list includes samsung xiaomi and realme
Manisha Jogi
Last Updated: 06:43 PM, 13 February 2024
ADVERTISEMENT
નવો ફોન ખરીદવા માટે 10 હજાર રૂપિયા કરતા પણ ઓછું બજેટ હોય તો તમારા માર્કેટમાં અનેક શાનદાર વિકલ્પ ઉપલબ્ધ છે. બજેટ સેગમેન્ટમાં લગભગ તમામ બ્રાન્ડ તરફથી પાવરફુલ ફીચર્સ ધરાવતા ડિવાઈસ રજૂ કરવામાં આવ્યા છે. આ સેગમેન્ટમાં 5G ડિવાઈસ પણ ઉપલબ્ધ છે. તમે 10 હજાર રૂપિયા કરતા પણ ઓછી કિંમતે Xiaomi, Poco, Realme ફોન ખરીદી શકો છો.
Redmi 13C
શાઓમી ડિવાઈસમાં 6.74 ઈંચની HD ડિસપ્લે 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. ઉપરાંત Media Tek Helio G85 પ્રોસેસર સાથે 8GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં 50MP, 2MP, 2MP એમ ત્રિપલ કેમરા સેટઅપ સેન્સર આપવામાં આવ્યું છે, ઉપરાંત 5MP સેલ્ફી કેમરા છે.
ADVERTISEMENT
Realme C53
આ સ્માર્ટફોનમાં પાવરફુલ ઓક્ટા કોર પ્રોસેસર છે. આ ફોનમાં 108MP કેમેરા સેટઅપ છે. ઉપરાંત 8MP AI સેલ્ફી કેમરા છે અને પોટ્રેટ મોડ, બ્યૂટી મોડ તથા ફેસ રિકગ્નશન જેવા કેમેરા મોડ આપવામાં આવ્યા છે.
Lava Blaze 5G
આ સ્માર્ટફોનમાં 6.5 ઈંચની HD+ IPS ડિસપ્લે અને 5G કનેક્ટવિટી આપવામાં આવે છે. ઉપરાંત Media Tek Dimensity 700 પ્રોસેસર સાથે LPDDR4X રેમ અને 5000mah ક્ષમતા ધરાવતી બેટરી આપવામાં આવી છે. ઓથેન્ટીકેશન માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
Samsung Galaxy M13
Samsung Galaxy M13 સ્માર્ટફોનમાં 6.6 ઈંચની ફુલ HD ડિસપ્લે આપવામાં આવી છે અને 8MP સેલ્ફી કેમરા છે. ડિવાઈસમાં ક્લીન OneUI યૂઝર્સ ઈન્ટરફેસની સાથે પાવરફુલ ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવે છે અને 5000mah ક્ષમતા ધરાવતી બેટરી આપવામાં આવી છે.
વધુ વાંચો: વધુ વેચાતી આ બે કાર સસ્તી થઈ ગઈ! કંપનીએ 1.20 લાખ જેટલી કિંમત ઘટાડી દીધી, નવો રેટ પરવડશે
Poco M6 Pro 5G
આ સ્માર્ટફોનમાં 6.79 ઈંચની ફુલ HD ડિસપ્લે અને 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવે છે. ઉપરાંત Qualcomm Snapdragon 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Poco M6 Pro 5Gની બેક પેનલ પર 50MP ડ્યુઅલ કેમેરા અને 8MP ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.