બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / best Skin Toners for all skin problems in winter

હેલ્ધી સ્કિન / શિયાળાની શરૂઆતથી આ 5 ઉપાય નિયમથી કરશો તો, સ્કિનની કોઈ જ સમસ્યા તમને નહીં થાય

Noor

Last Updated: 10:00 AM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં સ્કિનની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. એવામાં ચહેરા પર શું લગાવવું અને શું કરવું જેનાથી સ્કિન સોફ્ટ અને સારી રહે એ ઘણાં લોકોને સમજાતું નથી. તો ચાલો જાણી લો બેસ્ટ નુસખાઓ.

  • શિયાળામાં આ 5ઉપાય કરી લો
  • સ્કિનની બધી જ સમસ્યાઓ થઈ જશે દૂર
  • ડ્રાય સ્કિન માટે વરદાન છે આ ઉપાય

આજે અમે તમને એવા ખાસ ટોનર વિશે જણાવીશું, જેને ઘરે જ બનાવીને તમે તેનો રોજ ઉપયોગ કરી શકો છો અને શિયાળામાં સ્કિનની બધી જ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આનાથી તમારી સ્કિનને પોષણ પણ મળશે. 

શિયાળામાં નહીં રહે સ્કિનની ચિંતા

ગ્રીન ટી અને એલોવેરા

ગ્રીન ટી અને એલોવેરા બંને ડ્રાય સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આ એક બેસ્ટ ટોનરનું પણ કામ કરે છે. ગ્રીન ટી સ્કિનની ગંદકી દૂર કરવાની સાથે રેડનેસ અને એક્સ્ટ્રા ઓઈલ પણ દૂર કરે છે. તેને બનાવવા 1 કપ પામી ગરમ કરી તેમાં 2 ટી બેગ્સ નાખી દેવી. પછી પાણીની ગાળને તેમાં 2 ચમચી એલોવેરા ડેલ મિક્સ કરો અને પછી ચહેરા પર લગાવો. 

ગ્લિસરીન 

જો સ્કિન નોર્મલ કે વધુ પડતી ડ્રાય હોય તો એક ટેબલસ્પૂન ગુલાબજળમાં બેથી ત્રણ ટીપાં ગ્લિસરીન ઉમેરો, આ મિશ્રણને ચહેરા પર લગાવો, ડ્રાય સ્કિન બનશે.

ચંદનના પાવડર

જો તમારી સ્કિન વધુ સેન્સિટિવ હોય, વારંવાર સ્કિનમાં એલર્જી થતી હો. પિમ્પલ વધુ થતાં હોય તો આ બધી જ સમસ્યામાં ગુલાબજળનો પ્રયોગ લાભદાયક છે. તેના માટે ચંદનના પાવડરમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવી લો અને વીકમાં આ પેસ્ટને બે વખત લગાવો, સ્કિન હેલ્ધી અને તરોતાજા રહેશે. 

મધ અને ફુદીનો

મધ અને ફુદીનો ચહેરાના રોમ છિદ્રો ખોલવાનું કામ કરે છે જેથી ચહેરાની ગંદકી નીકળી જાય. જેથી મધ અને ફુદીનાનું ટોનર સ્કિન માટે બહુ જ સારું રિઝલ્ટ આપશે. તેના માટે 1 કપ ફુદીનાના પાનનો રસ કાઢી તેમાં 1 ચમચી મધ અને 2-3 ચમચી પાણી મિક્સ કરીને શીશીમાં ભરી લો. તમે તેને ફ્રીઝમાં પણ રાખી શકો છો. પછી રોઝ સ્કિન પર આ ટોનર લગાવો. 

કાકડીનો જ્યૂસ 

કાકડી અને રોઝ વોટર ડ્રાય સ્કિન માટે મેજિકલ અસર દેખાડે છે. તેનું ટોનર બનાવવા માટે 3-4 ચમચી કાકડીનો રસ લઈ તેમાં થોડાં ટીપાં રોઝ વોટર મિક્સ કરીને રોજ ચહેરા પર લગાવો અને પછી હળવા હાથથી મસાજ કરો. ધ્યાન રાખવું કે કોઈપણ ટોનર લગાવતા પહેલાં સ્કિન હમેશાં ક્લિન કરી લેવી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Natural Skin Skin problems Winter beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ