કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે અત્યારે ઘણાં લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. તો આવા લોકો માટે અમે જિયો, એરટેલ અને વોડાફોનના બેસ્ટ ડેટા પ્લાન જણાવીશું.
કોરોનાને કારણે લોકો ઘરેથી કરી રહ્યાં છે કામ
આ પ્લાન ઓછી કિંમતમાં આપશે જોરદાર સુવિધા
સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવી મેળવો વધુ સુવિધા
કોવિડ-19 બાદ દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસિસનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. કોરોના કાળમાં મૂવી સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ગેમિંગને કારણે પણ વધુ ડેટાવાળા પ્લાન લોકો પસંદ કરી રહ્યાં છે. જેથી દેશમાં ટેલિકોમ કંપનીઓ સસ્તામાં વધુને વધુ ડેટા આપી રહી છે. ત્યારે વોડાફોન તેના યુઝર્સને કેટલાક રિચાર્જ પેકમાં જોરદાર બેનિફિટ આપી રહ્યું છે.
વોડાફોનનો 449 રૂપિયાનો પ્લાન
કંપનીના આ પ્લાનમાં રોજ 4 જીબી ડેટા મળે છે. સાથે જ એરટેલ અને જિયો કરતા આ પ્લાન ખાસ છે કારણ કે તેમાં ડબલ ડેટાનો બેનિફિટ મળે છે. સાથે જ 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. રોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય યુઝર્સને Vi Movies & TV એપનું ફ્રી એક્સેસ મળે છે. એવામાં આ પ્લાનમાં માત્ર તમારે રોજ 9 રૂપિયા ખર્ચવા પડશે અને તમને આટલા બધાં ફાયદા મળશે.
444 રૂપિયાનો પ્લાન
Jioના 444 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યુઝર્સને રોજ 2 GB ડેટા મળશે. આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 112 જીબી ડેટા મળી રહે છે. સાથે જ ડેઈલી ડેટા ખતમ થયા બાદ ગ્રાહકોને 64Kbps સ્પીડથી ઈન્ટરનેટ વાપરી શકે છે. આ ઉપરાંત જિયોથી જિયો કોલિંગ ફ્રી છે અને આઈયૂસી ચાર્જ દૂર થયા બાદ અન્ય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા પણ મળશે. આ સિવાય ગ્રાહકને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સ્ક્રિપશન પણ ફ્રી મળે છે.
એરટેલનો 558 રૂપિયાનો પ્લાન
એરટેલે વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ પ્લાન રજૂ કર્યો છે. તેમાં યુઝર્સને રોજ 3 જીબી ડેટા મળે છે. આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા પણ મળે છે. તમને જણાવી દઈએ કે એરટેલનો આ પ્લાન રોજ 3 જીબી ડેટા સાથે મળતો સૌથી સસ્તો પ્લાન છે. હાલ એરટેલ પાસે ડેઈલી 4 જીબીવાળો કોઈ પ્લાન નથી.