બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / best online business ideas earn money with digital hoardings making know how to start
Last Updated: 11:48 AM, 11 April 2021
ADVERTISEMENT
આ બિઝનેસ આઈડિયા તમને લાખોની કમાણી કરીને આપી શકે છે. આ ડિજિટલ હોર્ડિંગ્સ બનાવવાનો બિઝનેસ છે. તમે તેને ઘરે બેઠા પણ શરૂ કરી શકો છે. સારી વાત એ છે કે તેમાં ખૂબ જ ઓછો ખર્ચ થાય છે. સાથે જ સ્પેસની પણ તકલીફ નથી. કોરોનાકાળ પછીથી ઓનલાઇન બિઝનેસ આઈડિયા ઝડપથી ગ્રોથ કરી રહ્યાં છે, એવામાં આ વિકલ્પ તમારા કામ આવી શકે છે. ચાલો જાણીએ આ બિઝનેસ વિશે.
ઓનલાઇન પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કરાવો
ADVERTISEMENT
જો તમને ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ અને કોમ્પ્યૂટરની સારી જાણકારી છે, તો તમે ઘરે બેઠા ડિજિટલ હોર્ડિંગ્સ તૈયાર કરવાનું કામ કરી શકો છો. શરૂઆતમાં તમે ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ જુદી-જુદી સાઇટ્સ જેવી કે ફ્રીલાન્સિંગ ડોટ કોમ અથવા અપવર્ક વગેરે પર પોતાની સ્કિલ બતાવી ઓર્ડર લઇ શકો છો. આ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર પરથી પણ ઓર્ડર મેળવી શકાય છે.
પોતાની વેબસાઇટ બનાવી શકાય છે
અનેક કંપનીઓ પોતાના માટે ડિજીટલ હોર્ડિંગ્સ બનાવડાવે છે. તેથી તમે ઇચ્છો તો પોતાની વેબસાઇટ બનાવી લો. તેના માટે તમે ગો ડેડી અથવા અન્ય કોઇ સાઇટ્સ પરથી ડોમેન ખરીદી શકો છો. તેના માટે 1000થી ઓછો ખર્ચ આવશે. એ પછી એક વર્ષની હોસ્ટિંગ લઈ શકશો. તેમાં અઢી હજારથી ત્રણ હજારનો ખર્ચ આવી શકે છે. જો તમે ડોટ કોમ દ્વારા સાઇટ બનાવવા માંગો છો, તો ખર્ચ વધી જશે. તેમ છતાં વધુમાં વધુ 5 હજારનો ખર્ચ થશે.
પ્રમોટ અને પ્રિટિંગ સામેલ કરી શકો છો
એકવાર વેબસાઇટ તૈયાર થઈ જાય, પછી તમે તેનો પ્રચાર કરી શકો છો. જે કંપનીઓ અને લોકો સુધી તમારી પહોંચ વધારશે. હોર્ડિંગ્સ બનાવવા માટે લોકો તમારો સંપર્ક કરશે. તમે પ્રારંભિક તબક્કે તેને ડિજિટલ ફોર્મેટમાં બનાવીને ડીલ કરો અને પછી તમેબિઝનેસના વિસ્તાર માટે પ્રિંટ કરાવીને આપી શકો છો. નાના બેનરો માટે તમારે વધુ મોંઘા પ્રિંટરની જરૂર રહેશે નહીં. પરંતુ જો તમે આ ધંધો ઘણાં મોટા સ્તરે કરવા માંગતા હો તો તમારે એકથી ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કારણ કે પછી તમારે મોટા પ્રિંટરની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT