બ્રેકિંગ ન્યુઝ
VTV / best job for salary starting 30000 in it sector
Last Updated: 10:25 PM, 16 January 2020
નવી ટૅક્નોલોજી સાથે જોડાઈને રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ સેક્ટર ગતિવંત્ત બની રહ્યું છે. જટિલ સંશોધન પણ હવે ધારણા પ્રમાણે કરી શકાય છે. કદાચ આ જ કારણોસર રિચર્સ એન્ડ ડેવલોપમૅન્ટ ક્ષેત્ર કારકિર્દી માટે બેસ્ટ છે. યુવાનો માટે આ ક્ષેત્ર સપના સાકાર કરવાનું માધ્યમ બની રહ્યું છે.
ADVERTISEMENT
રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ વિશે
આ ક્ષેત્ર જીવનના દરેક પહેલુ સાથે જોડાયેલું છે. એટલું જ નહીં, આ સેક્ટર કોઈ પણ ઉત્પાદનના વિકાસ માટે યોગ્ય રીતે પૂર્વધારણા કરવાની પ્રક્રિયા છે, જેના આધારે મહત્ત્વના બદલાવ જોવા મળે છે. જેમાં મહત્ત્વની ત્રણ પ્રવૃત્તિઓનો સમાવેશ થયો છે. મૂળ સંશોધન (એપ્લાયડ), સંશોધન અને પ્રયોગાત્મક વિકાસ. આ ક્ષેત્ર દ્વારા લો પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને ઝડપી ગતિ એન્જિનિયરિંગનો વિકાસ થઈ રહ્યો છે. કોર્સ દરમિયાન ક્ષેત્રની પાયાથી લઈને દરેક પ્રકારની પ્રાથમિક જાણકારી વિસ્તારથી સમજાવવામાં આવે છે.
ADVERTISEMENT
આંકડાકીય દ્રષ્ટિએ ઇન્ડસ્ટ્રી
ઇન્ડિયન સાયન્સ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ ઇન્ડસ્ટ્રીએ ૨૦૧૯માં રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે ભારતનો સમાવેશ મૂળભૂત શોધના ક્ષેત્રમાં ટોચ રેકિંગવાળા દેશોમાં થાય છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી વૈજ્ઞાનિક અને તકનીકી જનશક્તિ ભારતમાં છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજી સંશોધન ક્ષેત્રની ટોચની યાદીમાં ભારત સાતમા સ્થાને છે. ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ પર ખર્ચ કરતા દેશોની ભાગીદારીમાં ભારતનો ભાગ ૨૦૧૮માં ૩.૮૦ ટકા હતો.
કોર્સ ક્યારે કરી શકાય
આ ક્ષેત્રમાં ડગ માંડતા યુવાનો પાસે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટની માસ્ટર ડિગ્રી હોવી જરૃરી છે. ઘણા રિસર્ચ અને ડોક્ટરેટ કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે સારી તક ઊભી કરે છે. આવા સમયે મહત્ત્વના કોર્સ કરવા માટે વિદ્યાર્થીઓ પાસે રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ સંબંધિત કોઈ પણ બેચલર ડિગ્રી અનિવાર્ય છે. હ્યુમન રિસર્ચ ફાઇનાન્સ અને મૅનેજમૅન્ટ ક્ષેત્રની બેચલર ડિગ્રી દ્વારા પ્રવેશ મેળવી શકાય છે. આ ક્ષેત્રમાં પીજી ડિપ્લોમા, માસ્ટર, સર્ટિફિકેટ અને પીએચડી લેવલના કોર્સ છે. કોઈ પણ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રેસ એક્ઝામ પાસ કરવાની હોય છે અથવા તો મેરિટ આધારે એડમિશન મળી રહે છે.
કૌશલ્ય
આ સેક્ટર ઘણી મહેનત અને પ્રતિબદ્ધતા માગી લે છે. પ્રોફેશનલ્સે નવી વસ્તુ શીખવા માટે હંંમેશાં તૈયાર રહેવું પડે છે. વિજ્ઞાન વિષય સાથેનો લગાવ, તાર્કિક રીતે વિચારવાની કુનેહ, પ્રભાવિત સંવાદ, કૌશલ, નવી તકનીક શીખવાની મહત્ત્વાકાંક્ષા, કોઈ પણ સમસ્યાનું ત્વરિત નિવારણ કરવાની ક્ષમતા, સખત પરિશ્રમ અને અનુશાસન જેવા ગુણ દરેક જગ્યાએ મદદરૃપ બની રહે છે. કામને સતત ગતિવંત રાખવા માટે સંશોધનકર્તા પાસે ઉચ્ચ જ્ઞાન હોવું જોઈએ. ઉપરાંત પ્રોફેશનલ્સે પોતાની પાસે રહેલી જાણકારીને સમજવી અને સમજાવી પડશે. આ ક્ષેત્રમાં શાળા દરમિયાન આપવામાં આવેલી કામગીરી અને રોજગાર વચ્ચેના અંતરને સમજીને આગળ વધવું યોગ્ય રહેશે.
શક્યતાઓ
એક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૪થી લઈને ૨૦૨૪ સુધીમાં આ ક્ષેત્રના રોજગારમાં અંદાજે ૭ ટકાના દરથી વૃદ્ધિ થઈ રહી છે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં યુવાનો માટે અઢળક વિકલ્પ રહેલા છે. વિદ્યાર્થીએ ગંભીરતાપૂર્વક કોર્સ કર્યો હશે તો તેને જોબ શોધવાની જરૃર નહીં પડે. ફાર્માસ્યુટિકલ, વોટર, સરકારી પ્રયોગશાળાઓ, આઇટી, મેન્યુફેક્ચરિંગ અને સોફ્ટવેર કંપનીઓમાં દર વર્ષે તક મળી રહે છે. આઇબીએમ, એચસીએલ અને ગ્લેક્સોસિમ્થ લાઇન સહિત ૩૦૦ જેટલી મલ્ટિનેશનલ કંપનીઓ છે. જેમાં રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ સાથે જોડાયેલા ક્ષેત્રમાં તક મળી રહે છે. વિદેશી કંપનીઓ પણ મોટા પ્રમાણમાં અહીંના પ્રોફેશનલ્સને જોબ આપે છે.
આ હોદ્દા પર મળી રહે છે જોબ
પગાર ધોરણ
પ્રોફેશનલ્સને શરૃઆતના સમયમાં ૨૫થી૩૦ હજાર રૃપિયા પગાર પ્રતિમાસ સહેલાઈથી મળી રહે છે. જ્યારે ત્રણ-ચાર વર્ષના અનુભવ પછી સેલેરી વધીને પ્રતિમાસ ૩૫થી ૪૦ હજાર રૃપિયા સુધી થાય છે. મલ્ટિનેશનલ અને વિદેશી કંપનીઓમાં કામ કરતા પ્રોફેશનલ્સને ઉચ્ચ વેતન મળી રહે છે. આ ઉપરાંત વિશ્વવિદ્યાલયમાં કે કૉલેજમાં શિક્ષક તરીકે કામ કરીને પણ પ્રોફેશનલ્સ સારામાં સારી આવક મેળવી શકે છે. આ ક્ષેત્રમાં સારી રીતે અભ્યાસ કર્યા પછી યુવાને બેસી રહેવાનો સમય નથી આવતો. કોઈ પણ જગ્યાએ સારી રીતે જોબમાં સેટલમેન્ટ થઈ જાય છે. કારકિર્દીમાં સેટ થવા માટે યોગ્ય ક્ષેત્ર કહી શકાય.
ધ્યાન આપજો...
રિસર્ચ એન્ડ ડેવલોપમૅન્ટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી બદલાતી પરિસ્થિતિથી માહિતગાર બની રહેવું જરૃરી બની જાય છે. નવી વસ્તુ શીખવાની ધગશ પણ ઉપયોગી બની રહેશે અને તેના માટે હંમેશાં તત્પર રહેવાથી આગળ વધવાના ચાન્સીસ વધે છે. રિસર્ચ માટે કોઈ પણ પ્રકારનાં નવાં સૂચનો આવકારવાની તૈયારી હર હંમેશ રાખવી કામ માટે મદદરૃપ રહેશે. સાથે જ કાર્યને ઉત્તમ પણ બનાવશે. વિદ્યાર્થીઓ કોર્સ કરીને આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવે છે. ત્યારથી જ તે દરેક તકનીકી પહેલુથી પરિચિીા હોય છે. છતાં પણ ઘણીવાર નવી વસ્તુ શીખવાનો સમય આવે છે, ત્યારે ઉત્સાહભેર તેની માટે પ્રિપેડ રહેવું જોઈએ. કૉલેજ કર્યા પછી પણ આ ક્ષેત્રે શીખતા રહેવું પડે છે. સારા અને સરલ સમાધાન મેળવવા માટે મહેનતની સાથે આશાવાદી દ્રષ્ટિકોણ રાખવો જોઈએ.
મુખ્ય સંસ્થાઓ
* જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી
* દિલ્હી વિશ્વ વિદ્યાલય, નવી દિલ્હી
* ઇન્ડિયન કાઉન્સિલર ઓફ મેડિકલ રિસર્ચ, નવી દિલ્હી
* સેન્ટ્રલર ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ
* ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ
* ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ઇન ઇન્ડિયા, મુંબઈ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT