બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / best homemade face pack for skin problems

ફાયદાકારક / દરેક પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે આ ફેસ પેક, સ્કિનની કોઈપણ સમસ્યા કરી દેશે દૂર

Noor

Last Updated: 06:18 PM, 21 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કિનની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. પણ તેને દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય અજમાવવા જોઈએ. પણ મોટાભાગની છોકરીઓને કન્ફ્યૂઝન હોય છે કે તેમની સ્કિપ ટાઈપ માટે કયું ફેસપેક બેસ્ટ છે. જેથી આજે અમે તમને ખાસ ફેસપેક વિશે જણાવી રહ્યાં છે જે દરેક પ્રકારની સ્કિન માટે બેસ્ટ રિઝલ્ટ આપશે. ચાલો જાણીએ.

  • તમારી સ્કિનની જરૂરિયાતને પૂર્ણ કરશે આ ફેસપેક
  • દરેક પ્રકારની સ્કિન માટે છે બેસ્ટ
  • નહીં થાય સ્કિન પ્રોબ્લેમ્સ

કેળા અને મધ

કેળું સ્કિનને પોષણ આપે છે અને સ્કિનને ટાઈટ પણ રાખે છે. અડધાં કેળાને મેશ કરીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરી 20 મિનિટ સુધી ફેસ પર લગાવો. પછી ધોઈ લો.

ઓટમીલ, મધ અને દહીં

ઓટમીલ ડેડ સ્કિન દૂર કરે છે અને સ્ક્રબનું કામ પણ કરે છે. તેમાં મધ અને દહીં મિક્સ કરી ફેસ પર લગાવી 10 મિનિટ બાદ ધોઈ લો.

પપૈયું અને મિલ્ક

પપૈયાના 2 ટુકડા મેશ કરીને તેમાં 1 ચમચી દૂધ નાખી મિક્સ કરી લો. તેને 10 મિનિટ ફેસ પર લગાવી રાખો. પછી ચહેરો ધોઈ લો. આનાથી સ્કિન સોફ્ટ અને શાઈની બનશે. 

ગ્લિસરીન અને રોઝ વોટર

ચહેરા પર ગ્લો લાવવા માટે આ બેસ્ટ ફેસપેક છે. ગ્લિસરીનથી ફેસમાં મોઈશ્ચર જળવાય છે. 1 ચમચી ગ્લિસરીનમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. રોજ રાતે લગાવવાથી ફાયદો થશે. 

દહીં અને બેસન 

આ પેક બહુ જ ફાયદાકારક છે. આ સ્કિનને ક્લિન કરે છે અને નિખાર લાગે છે. તેના માટે 1 ચમચી બેસનમાં 1 ચમચી દહીં મિક્સ કરીને ફેસ પર 20 મિનિટ લગાવો. પછી ધોઈ લો. 

મધ અને દૂધ

મધ અને દૂધને મિક્સ કરીને ફેસ પર લગાવો. 5 મિનિટ રાખી નવશેકા પાણીથી ધોઈ લો. આનાથી ફેસ મુલાયમ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Face Pack Skin problems homemade Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ