બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આંખોની નીચે પડી ગયા છે કાળા ડાઘ! તો તમને પણ કામ લાગશે આ હોમ રેમેડી, ફટાકથી દૂર થઇ જશે
Last Updated: 11:08 PM, 13 November 2024
નાની ઉંમરે આંખો નીચે ડાર્ક સર્કલ તમને થાકેલા, વૃદ્ધ અને અસ્વસ્થ બતાવે છે. એવામાં પછી આને દૂર કરવા માટે લોકો માર્કેટમાં મળતી અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે ઘરેલુ નુસખાથી પણ આંખો નીચે આવતા ડાર્ક સર્કલને સરળતાથી દૂર કરી શકાય છે. તો ચાલો એવામાં અમુક ઘરેલુ નુસખા જાણીએ કે જેના ઉપયોગથી આંખો નીચે પડતાં ડાર્ક સર્કલને દૂર કરી શકાય છે.
ADVERTISEMENT
આંખના ડાર્ક સર્કલને ઘટાડવા માટે ઘરેલુ ઉપાય
ADVERTISEMENT
પહેલો નુસખા છે ટી બેગ: અમુક થોડા ટી બેગને ફ્રિજમાં મૂકો દો, પછી આને આંખો નીચે સેકો. આ નુસખા ને તમે દિવસમાં 2 થી 3 વાર એપ્લાય કરી શકો છો. આનાથી આંખો નીચે આવતા ડાર્ક સર્કલ અને સોજો બંને દૂર થશે.
બીજો નુસખો છે ફુદીનો: ફુદીનાના પત્તાનો પેસ્ટ બનાવો. આમાં 2 ટીપા ગુલાબનું તેલ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. આ પછી આંખો નીચે એપ્લાય કરી લો. આ પેસ્ટને 10 મિનિટ સુધી લગાવેલું રાખો અને પછી ધોઈ લેવું.
કેસર પણ ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમારે 1 કપ દૂધમાં કેસર સાથે 4 દોરા નાખો અને 2 થી 3 કલાક માટે મૂકી દો. હવે આમાં કોટનને ડૂબાડો અને ધીમે ધીમે આંખો નીચે ડાર્ક સર્કલ પર મસાજ કરો. 10 મિનિટ સુધી આવું કર્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.
વધુ વાંચો : ઠંડીની સિઝન શરૂ થતા જ તમારા વાળને આ રીતે બનાવો મુલાયમ અને ચમકદાર, અપનાવો આ ઘરેલું નુસખા
ગાજર પણ આંખો નીચેના ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે. આની માટે ગાજરને પીસીને કાકડીનો રસ ભેળવી અને ડાર્ક સર્કલ પર મસાજ કરો. પછી પાણીથી ક્લીન કરી લો. ડાર્ક સર્કલ આછા થઈ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.